માંડવી તાલુકાના ભોજાય ગામે મસ્જિદના ઓટલા ઉપર લદ્યુશંકા કરવા બદલ ધાર્મિક લાગણી દુભાવવાની પોલીસ ફરિયાદ કરાઈ છે. હુસેન ઉંમર લંદ્યા નામના ફરિયાદીએ ગામના જ રહેવાસી ભીમજી કેશા સંદ્યાર સામે સમજાવટ છતાંયે માન્યા વગર મસ્જિદના ઓટલા ઉપર પેશાબ કરવા બદલ ફરિયાદ કરી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ ભીમજી સંદ્યારને અકિલા તેના ભત્રીજા દ્વારા તેમ જ ગામના આગેવાનોની મધ્યસ્થી કરીને સમજાવટના પ્રયાસો કર્યા છતાંયે તે નહિ માનતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.