અંજારમાં મહિલા કંડકટર પતિએ મોબાઈલમાં આવજો લખીને કર્યો આપઘાત

અંજારમાં પોલીસ લાઈનમાં રહેતા યુવાન કંડકટરે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. કિરણસિંહ લક્ષમણસિંહ હડિયોલે મોબાઈલના પોતાના વ્હોટેસએપ સ્ટેટ્સ ઉપર આવજો લખીને પોલીસ લાઈનમાં આવેલ પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કંડકટરની નોકરી કરતા મૃતક યુવાનના આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી, સંતરામપુરની અકિલા એસટીની ટ્રીપ કરી આવ્યા બાદ મૃતકે આપઘાત કર્યો હતો. તેની પત્ની પવનબા મોહનજી ચૌહાણ અંજાર પોલીસમાં એઆર તરીકે ફરજ બજાવે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.