ભુજમાં ઉતરાયણ દરમ્યાન ૭ર ઘાયલ પક્ષીઓની સારવાર : પ૦ હજાર કિલો ચારો, એક લાખનું દાન એકત્ર

કચ્છમાં અબોલ જીવોની સેવા માં સતત કાર્યરત શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા મકરસંક્રાંતિના દિવસે જીવદયા નું ઉમદા કાર્ય કરાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગના દોરાથી ગવાયેલા પક્ષીઓની સારવાર માટે ભુજ ના અભય કલર લેબના ની બાજુમાં ડોસાભાઈ લાલચંદ જૈન ધર્મશાળા ની સામે પક્ષી શુશ્રુષા કેમ્પ નું આયોજન કરાયું અકિલા હતું આ કેમ્પમાં દિવસ દરમિયાન કુલ ૩૦ જેટલા દ્યાયલ પક્ષીઓની ઇમરજન્સી સારવાર કરાવી હતી તેમાંથી બે પક્ષી ને સારવાર આપી તરત ઉડાડી મૂકવામાં આવેલ હતા જોકે પાંચ પક્ષીઙ્ગ ના મૃત્યુ થયા હતા અને ૨૩ જેટલા અકીલા પક્ષી ની સર્જરી કરી મંડળની પશુ હોસ્પિટલ કરુણા ધામ ખાતે સારવાર આપવા સ્થળાંતર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માંડવી ૧, મુનિસુવ્રત સેવા મંડળ અંજાર ૧૨, કુકમાં-૩ સુખપર ૨, મુન્દ્રા ૧, કામધેનુ ટ્રસ્ટ આદિપુર ગાંધીધામ ૧૦ તથા માધાપરમાં ૪ પક્ષીઓને સારવાર અપાઈ હતી. આ તમામ પક્ષી જયાં સુધી સાજા નહીં થાય ત્યાં સુધી જરૂરી સારવાર આપવામાં આવશે. ત્યારબાદ તેમને ઉડાડી મુકવામાં આવશેઙ્ગ આ વર્ષે કચ્છના કેમ્પોમાં કુલ ૭૨ દ્યાયલ પક્ષી ને સારવાર આપવામાં આવી હતી. આ વર્ષે ભુજમાંઙ્ગ ૨૦ ડોકટર તથા ૧૦ એલ આઈ સાથે મંડળના ૩૦ સભ્યોની ટીમ કાર્યરત હતી. વધુમાં મંડળ દ્વારા ભુજ વિસ્તારના ભીડનાકે લોકો દ્વારા મકરસંક્રાંતિના દિવસે દાન સ્વરૂપે ગાયોને જે લીલો ચારો નાખવામાં આવે છે તે લોકો પાસેથી એકત્ર કરી તેને કચ્છની જરૂરિયાતવાળી પાંજરાપોળમાં પહોંચાડવાની વ્યવસ્થા મંડળ દ્વારા કરવામાં આવી હતી અને દિવસ દરમિયાન કુલ ૫૦૦૦૦ કિલો જેટલો દ્યાસચારો એકત્ર કરી ૬ ટેમ્પો મારફતેઙ્ગ આજુબાજુના ગામોમાં તેમજ કરુણા ધામ ખાતે પહોંચાડ્યો હતો. ઙ્ગમકરસંક્રાંતિએ ભુજ ખાતે ઇમરજન્સી સારવાર કેન્દ્ર નું ઉદદ્યાટન માનનીય સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા,ભગવતી ધામ ના રાજુભાઈ જોષી,ટ્રસ્ટ બોર્ડના કમલભાઈ મહેતા કમલેશ ભાઈ સંદ્યવી અભય કલર લેબના પ્રકાશભાઈ ગાંધી,ઙ્ગ વિગેરે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું અને સેવા કેમ્પને ખુલ્લો મુકાયો હતો. દિવસ દરમિયાન અનેક જીવદયા પ્રેમીઓ દ્યાયલ પંખી ને લઈને કઙ્ખમ્પમાં આવી જાગૃતિ દર્શાવી હતી જેને પગલે અનેક અબોલ જીવ બચાવી શકાયા હતા. ઉપરોકત પશુ શુશ્રુષા કેમ્પમાં તથા દ્યાસચારો એકત્ર કરવામાં ભુજ વિસ્તારના જીવદયાપ્રેમી દ્વારા ખૂબ જ સારો એવો સહકાર આપવામાં આવ્યો હતો અને મંડળે દિવસ દરમિયાન કુલ એક લાખ રૂપિયા જેટલો માતબર રોકડ દાન પણ મેળવ્યું હતો એવું મંડળના પ્રમુખ કૌશલ મહેતાએ જણાવ્યું હતું.