કચ્છમાં શુટ થયેલા ધ્વની ભાનુશાલીના સોંગ ‘ના…જા તુ’એ ધુમ મચાવી દીધી

કચ્છ હિન્દી ફિલ્મો અને ગીતોના શુટિંગ માટે દિવસો-દિવસ લોકપ્રિય થઇ રહ્યું છે. તાજેતરમાં જયેશભાઇ જોરદાર ફિલ્મનું શુટિંગ થયું હતું. તેવામાં લોકપ્રિય પોપ સિંગર ધ્વની ભાનુશાલીના કચ્છમાં શુટ થયેલા ગીતે હાલ ધુમ મચાવી છે. ધ્વની ભાનુશાલીના નવા સોંગના શુટિંગ માટે કચ્છ અને રણોત્સવ પર પસંદગી ઉતારી હતી. આ સોંગ આવતાની સાથે જ યુ-ટ્યુબ પર ધુમ મચાવી રહ્યું છે. ના જા તુ સોંગ રિલીઝના પહેલા દિવસે જ 10 મિલીયન વખત જોવાઇ ગયું હતું. સોંગની સાથે કચ્છના લોકેશનની વાહવાહી થઇ રહી છે. લેજા રે સોંગથી રાતો રાત લોકપ્રિય પોપ સિંગર બનેલી ધ્વની ભાનુશાલીએ પોતાના લેટેસ્ટ સોંગ ના જા તુ માટે કચ્છ પર પસંદગી ઉતારી હતી. થોડા દિવસો પહેલા શુટિંગ વખતે જ તેણે કચ્છના લોકેશનની ભરપુર વખાણ કર્યા હતાં.