25 વર્ષ ચાલેલી લડતનો અંત: ડીપીટીનો ટ્રાન્સફર ફી 98 ટકા ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય

કંડલા કોમ્પલેક્ષ માટે છેલ્લા બે દશકાથી બની રહેલા ટ્રાન્સફર ફીના જલદ પ્રશ્નનો આખરે નિરાકરણ આવ્યું હોવાની જાહેરાત પોર્ટના ચેરમેનએ પત્રકાર પરિષદ બોલાવીને કરી હતી. તેમણે ટ્રાન્સફર ફીમાં ધરખમ 98% જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. જે શનિવારથી જ લાગુ પડી ગયું છે. ગાંધીધામ ચેમ્બર ખાતે આયોજીત પ્રેસ વાર્તામાં ઔધોગિક આગેવાનોની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરાઈ હતી ડીપીટી ચેરમેન સંજય મહેતાએ જણાવ્યું હતુ કે ટ્રાન્સફર ફીએ સંકુલ માટે ઘણો મહત્વપુર્ણ અને સંવેદનશીલ મુદો બની ગયો હતો. જેના માટે ગત વર્ષોમાં પ્રદશનો પણ થયા અને મોરચા પણ નિકળ્યા હતા. હવે મોટા પ્લોટના ટ્રાન્સફર માટેની પ્રક્રિયામાં અગાઉ જે અલગથી મોટી ટ્રાન્સફર ફી પોર્ટને ચુકવવી પડતી હતી. તેમાં 98% નો ધરખમ ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે દરેક પ્રકાર અને સાઈઝના પ્લોટ પર લાગુ થશે. જેનુ સર્ક્યુલર બહાર પાડી દેવામાં આવ્યું છે. આ નિર્ણયથી સંકુલના એક બહોળા વર્ગને ફાયદો થશે અને રીયલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવે તેવી સંભાવનાઓ નિર્મીત થશે. ચેરમેન દ્વારા આ નિર્ણય માટે રાજ્યકક્ષાના શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા અને શીપીંગ સેક્રેટરી ગોપાલ ક્રિષ્ણાનો આભાર વ્યક્ત કર્યો હતો. ગાંધીધામ ચેમ્બર હોલ ખાતે આયોજીત આ પ્રેસ વાર્તામાં ચેરમેન સાથે ટ્રસ્ટી મનોહર બેલાણી, ટ્રસ્ટી એલ. સત્યનારાયણ, ચેમ્બર પ્રમુખ અનિલ જૈન, દિનેશ ગુપ્તા, સેક્રેટરી, અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ચેરમેન મહેતાએ જણાવ્યું હતું કે દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ ખુબ તીવ્ર ગતીથી વિકાસ કરી રહ્યું છે. સરેરાશ 9%ના ગ્રોથ રેટ હાલ નોંધાઈ રહ્યો છે, જે સર્વોચ્ચ છે. આગામી દસ વર્ષના ગાળામાં પોર્ટ 200 એમએમટીના લક્ષ્યને પામવાની દિશામાં આગળ વધી રહ્યું છે. કાર્ગોનો ફ્લો સતત વધી રહ્યો છે, જે માટે ફર્ટિલાઈઝર, કોલ અને લીક્વીડ કાર્ગોનો મોટૉ ફાળોછે. પોર્ટના સર્વાગી વિકાસ માટે માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. પેન્શન સ્કીમમાં સુધારો, કોલસાનુ હેંડલીંગ બર્થ નં. 15 અને 16માં કરાશે તે વિશે પણ તેમણે લેવાયેલા નિર્ણયો જણાવીને આ વિકાસના કાર્યો માટે મંત્રાલયમાંથી પણ પ્રોત્સાહન મળ્યું હોવાનું જણાવ્યું હતુ.સામાન્ય રીતે ટ્રાન્સફર ફીમાં જે લેવામાં આવતી હતી તે રકમ તેની સરખામણીએ નવા નિયમ લાગુ પડાતા લાખો રૂપિયાની જગ્યાએ હજારોમાં ટ્રાન્સફર ફી લોકોને ચૂકવવી પડશે. જેને લીધે આર્થિક ભારણ લોકોનું ઘટશે. ઉલ્લેખનીય છે કે, દીન દયાળ પોર્ટ દ્વારા ફ્રી હોલ્ડ, ટ્રાન્સફર ફી, મોર્ગેજ ફી સહિતના મુદ્દે અગાઉ થયેલી લડત પછી ફ્રી હોલ્ડ અને ત્યાર બાદ મોર્ગેજનું વ્યાબીકરણ, ભાવનીયમન કરવામાં આવ્યું હતું. ટ્રાન્સફર ફીમાં પણ ધરખમ ફેરફાર કરી લોકોની લાગણીને ન્યાય આપવા માટે ડીપીટીએ કમર કસી છે તેમ કહી શકાય ટ્રાન્સફર ફી સંબંધિત સરક્યુલર જાહેર કરવામાં આવ્યો છે તેમાં મુદ્દા નં. 1-એમાં મુંઝવણ જેવું અર્થઘટન હોવાનો ઉલ્લેખ પ્રોપર્ટી ડીલર એસો. વતિ પ્રમુખ સેવક લખવાણી અને મંત્રી ધર્મેશ દોશીએ કરીને જણાવ્યું છે કે, ફકત ટ્રાન્સફર ફીનો જે સુધારો થયો તે મુજબ સપ્લીમેન્ટરી લીઝ ડીડ બનાવવી જરૂરી છે. જેનો ફરમો હજુ બન્યો ન હોય ટ્રાન્સફર ફીની પ્રક્રીયા મોડી ન થાય તે માટે પ્રશાસને ચિંતા સેવા ફક્ત સપ્લીમેન્ટરી ડીડ બનાવી આપવા અંગેની અંડર ટેકીંગ આપવાનું નક્કી કર્યું છે. અંડર ટેકીંગ માટેનો પરફોમા બન્યા બાદ અને સપ્લીમેન્ટરી ડીડ પછી અંડર ટેકીંગ પુરી થઇ જશે. અન્ય મુદ્દા બીમાં 2010થી એસઆરસીના પ્લોટ હોલ્ડર દ્વારા પ્લોટ ટ્રાન્સફર વખતે અંડર ટેકીંગ અપાયું છે તે મુજબ જ્યાં સુધી આરબીટેશન દ્વારા કેસ ચલાવી નિર્ણય ન અપાય ત્યાં સુધી દરેક પ્લોટને પુન: ટ્રાન્સફર વખતે હજુ પણ અંડર ટેકીંગ આપવાનું રહેશે. એસઆરસીના પ્લોટ ધારકો છેલ્લા 9 વર્ષથી આ બાબતની અંડર ટેકીંગ આપી રહ્યા છે. મોટી સંખ્યામાં પ્લોટ છે.