શીકારપુર ગામે થયેલ મર્ડર ના આરોપીને ગણતરી ના કલાકો માં ઝડપી પડાયો

શીકારપુર તા-ભચાઉ ગામે ક્રિપાલાસિંહ બહાદુરસિંહ જાડેજા ઉ.વ.ર૦ રહે-શીકારપુર તા-ભચાઉ વાળાની કોઇ તિક્ષણ હથીયાર વડે ગળાના ભાગે ઇજા કરી મોત નિપજાવી લાશને ગામની અંદર આવેલ ચબુતરા ની બાજુમાં જાહેરમાં ફેંકો ગયેલ હતા જે અતિ ગંભીર મર્ડર ના ગુના ને અંજામ આપનાર આરોપીઓ બાબતે હકીકત મેળવી તાત્કાલીક અલગ – અલગ ટીમો બનાવી ને નિશ્ચિત સમય મર્યાદામાં સદર મર્ડર થવા પાછળના કારણનુ મુળ જાણી આરોપીઓ બાબતે માહીતી મેળવી પકડી પાડવા સુચના આપેલ હોય જેથી સામખીયારી, ભચાઉ, લાકડીયા પોલીસ તેમજ એલ.સી.બી. તથા એસ.ઓ.જી સ્ટાફના કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી આ ગુના કામે સંડોવાયેલ બન્ને આરોપીઓ ની તપાસ કરો કરાવતા તે બન્ને પૈકી નિચે જણાવેલ નામ વાળા આરોપીને શીકારપુર ગામે થી પકડી પાડી આ ગુના કામે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે અને આ કામે સંડોવાયેલ અન્ય સહ આરોપી ઇમરાન શેરમામદ ત્રાયા ની શોધખોળ કરવા ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી – મુસ્તાક રસુલ ત્રાયા ઉ.વ.રપ રહે- શીકારપુર તા-ભચાઉ