કચ્છના ધારાસભ્યના પુત્રના ફાયરીંગ કરતી પોસ્ટએ ચકચાર સર્જી

કચ્છના અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર જયદિપસિંહએ ફાયરીંગ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેણે સોશ્યલ મીડિયામાં ચકચાર સર્જી છે. અલગ અલગ ત્રણ બંદુકોમાંથી જયદીપસિંહે ફાયરીંગ કરતો વીડીયો પોસ્ટ કર્યો છે. જોકે, તેની પાસે બંદુકનું લાયસન્સ છે કે નહીં અકિલા તેની પણ ચર્ચા થઇ રહી છે. જોકે આથી અગાઉ પ્રદ્યુમનસિંહ જાડેજાના મોટા પુત્ર અર્જુનસિંહ જાડેજા સામે ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટના મુદે આર્ચીયન ગ્રુપ દ્વારા ટ્રકોમાં તોડફોડ કરવાની ફરીયાદ નખત્રાણા પોલીસમાં નોંધાઇ ચૂકી છે. હવે આ બીજો પુત્ર વિવાદમાં આવી ગયો છે.