માન.પ્રધાનમંત્રીના “સહી પોષણ – દેશ રોશન “ આહવાનને ચરિતાર્થ કરવા માન. મુખ્યમત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ બાળકો , કિશોરીઓ, અને માતાઓના પોષણ સ્તરમાં વધારો કરવાના હેતુથી આ નવા વર્ષે સર્વે જનસમુદાય, સર્વે વિભાગો , રાજયની તમામ સ્વચ્છિક.સંસ્થા , તમામ ઉઘોગગૃહોના સહિયારા પ્રયાસથી સુપોષિત ગુજરાત બનાવવાના આ ભગીરથ કામમાં જોડાવા માટે “ગુજરાત પોષણ અભિયાન-૨૦૨૦-૨૨ “ અંતર્ગત તારીખ- ૩૦/૦૧ /૨૦૨૦ થી ૦૧/૦૨/૨૦૨૦ દરમિયાન ભચાઉ – તાલુકામાં જીલ્લા ની ચાર સીટ સામખીયારી, આધોઇ, નાની ચિરઈ(નંદગામ), ચોબારી તેમજ નગરપાલીકા – ભચાઉ એમ કુલ પાંચ પોષણ અંગેના કાર્યક્ર્મ કરવામાં આવેલ. કાર્યક્રમ ની શરૂઆત આવેલ મહાનુભાવો દ્રારા દીપ પ્રાગટય, પોષણ આરતી તેમજ કિશોરીઓ દ્વારા સરગવા, તુલસીના રોપા-કુંડાથી સ્વાગત કરી શરૂઆત કરવામાં આવેલ. તેમજ ૬ માસથી ૯ માસના બાળકોને મંચસ્થ મહાનુભાવો દ્રારા અન્નપ્રાસન કરાવવામાં આવેલ, બીજુ પિયર ઘર ફિલ્મનું નિદર્શન, ગુજરાત પોષણ અભિયાન-૨૦૨૦-૨૨ ફિલ્મનું નિદર્શન એલ.ઈ.ડી દ્રારા કરવામાં બતાવવામાં આવેલ. તેમજ રંગભૂમી નાટક મંડળી દ્રારા પોષણ અદાલત અંગેનું નાટક રજૂ કરી પોષણ અંગે લોકોને જાગૃત કરવામાં આવેલ, આ કાર્યક્રમમાં બાળ તંદુરસ્ત હરીફાઇ, વાનગી હરીફાઇ, H.B – ક્વીન કિશોરી, રન ફોર પોષણ માં પ્રથમ ,દ્રિતીય તેમજ તૃતીય નંબર ૫ર આવેલ વિજેતાઓને સ્ટેજ પરથી મહાનુભાવો દ્રારા ઈનામ વિતરણ કરવામાં આવેલ તેમજ માન. મુખ્યમંત્રીશ્રીએ જનભાગીદારીના ઉત્કૃષ્ઠ ઉદાહરણ એટલે પાલકવાલીની વાત મૂકેલ જેમાં ” એક બાળક એક પાલક “ મુજબ અલ્પ પોષિત બાળકોને દતક લેનાર પાલક વાલીઓને સન્માન૫ત્ર તેમજ પાલક પુસ્તિકા આપીને સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમો દરમ્યાન અધ્યક્ષસ્થાને પ્રભારી સચિવશ્રી કે.ડી.કાપડીયા સાહેબશ્રી ઉપસ્થિત રહેલ આ ઉ૫રાંત શ્રી જિજ્ઞેશકુમાર એલ ગોહિલ (આસી. ડાયરેકટર ઓફ ફીશરીઝ- કચ્છ અને રાજકોટ) , ડાયરેકટર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ-ભૂજ ના શ્રી એમ.કે.જોષી સાહેબશ્રી ,પ્રાંત સાહેબશ્રી જાડેજા સાહેબ ,તાલુકા વિકાસ અઘિકારી ભચાઉ શ્રી એમ.એસ જાખણીયા ભચાઉ , બ્લોક હેલ્થ ઓફીસરશ્રી સિંઘ સાહેબ , બી.આર.સી ભચાઉ તેમજ પદાધિકારીઓશ્રીમાં ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી ગાંધીગામ મતવિસ્તાર , પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી , તમામ જિલ્લા સદસ્યશ્રીઓ ,તાલુકા પંચાયત સભ્યશ્રીઓ , નગરપાલિકાના કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી કુલદિ૫સિંહ વી જાડેજા,વિરોધ ૫ક્ષના નેતાશ્રી ભરતભાઈ ઠકકર, નગરપાલિકા કાઉન્સીલરશ્રીઓ, સરપંચશ્રીઓ ,ઉપ સરપંચશ્રીઓ , ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં આગેવાનો , સખી મંડળો , હેલ્થ વિભાગ ,આંગણવાડી કાર્યકર-તેડાગર તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહેલ. કાર્યક્રમનુ એન્કરીંગ શિક્ષકશ્રી ધરર્મેન્દ્રભાઈ પટેલ દ્રારા કરવામાં આવેલ કાર્યક્રમની આભારવિઘી સી.ડી.પી.ઓશ્રી ઉષ્માબેન એમ ચાવડા દ્રારા કરવામાં આવેલ. તેમજ આ કાર્યક્રમોને સફળ બનાવવા સી.ડી.પી.ઓશ્રી સાથે આઈ.સી.ડી.એસ તમામ સ્ટાફ દ્રારા જહેમત ઉઠાવવામાં આવેલ