છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે. ત્યારે કચ્છની ધરતી ફરી ગઇકાલે બે વખત ધણધણી ઉઠી હતી. જેને લઇને કચ્છ રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગઇકાલે મોડી રાત્રે બે આંચકા અનુભવાયા હતા. કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા રાત્રે 3.26 વાગ્યે 2.26ની તીવ્રતા નો આંચકો અનુભવાયો રાત્રે 3.47 વાગ્યે 2 ની તીવ્રતા નો આંચકો અનુભવાયો કચ્છમાં ફરી મોડી રાત્રે બે ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. જેમાં મોડી રાત્રે 3.26 વાગ્યે 2.26ની તીવ્રતાનો આંચકો અનૂભવાયો હતો. જ્યારે રાત્રે 3.47 વાગે 2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે તીવ્રતા ઓછી હોવાને લઇને હાલ કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. આ અગાઉ બનાસકાંઠા ખાતે વાવ પંથકમાં ભૂકંપના આંચકો અનુભવાયો હતો. જ્યારે ભાવનગરના મહુવામાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે જામનગર જિલ્લામાં સતત 5 દિવસ સુધી 8 આંચકા અનુભવાયાં હતા. જ્યારે ગત મહિને નવસારીના વાસંદમાં તાલુકાઓના ગામડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. ભૂકંપ કેમ આવે છે? ધરતી પરની સપાટી 7 ટેકટોનિક પ્લેટોથી બનેલી હોય છે. આ પ્લેટ એક બીજા સાથે ટકરાય ત્યારે ભૂંકપનો ખતરો થાય છે. ભૂકંપ આવે છે ત્યારે આ પ્લેટ્સ એક બીજાના ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. પ્લેટ્સ એક બીજા સાથે અથડાય છે તેના કારણે ઘણી ઉર્જા ઉત્પન થાય છે. તે ઘર્ષણ કે ફ્રિકશનથી ઉપરની ધરતી હલવા લાગે છે. વધુ પડતા કંપનથી ધરતી ફાટી પણ જાય છે. મોટા આંચકાના અનેક મહિના કે સપ્તાહો બાદ હળવા ભૂકંપ આવે છે, આ હળવા આંચકાને આફ્ટરશોક કહેવામાં આવે છે.