ભુજ-મુંબઈ વચ્ચે હવાઈ સેવાના નામે મહિનાઓથી એક માત્ર એર ઈન્ડિયાની ફલાઈટ જ કાર્યરત હોઈ પ્રવાસીઓ માટે બીજો કોઈ વિકલ્પ નથી. આ રૂટ ઉપર મુસાફરોનો બારે માસ ધસારો રહેતો હોવા છતાં ઓછી સીટ વાળુ નાનુ પ્લેન મુકીને ડાયનેમીક મરજી મુજબના ભાડા વસુલી કચ્છી પ્રવાસીઓને લૂંટવાનો પરવાનો આપી દેવાયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.રૂ.૪પ૦૦થી ૬૦૦૦ના ટીકીટના નિયમીત દર સામે પ્રવાસીઓ પાસેથી રૂ.૧૯,૦૦૦થી ર૦,૦૦૦ સુધીનું તોતિંગ ભાડુ વસુલાતું હોવાની રાવભૂકંપ બાદ વિશ્વ ફલક ઉપર કચ્છ કંડરાયું છે ત્યારે ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે મુસાફરોનો બારેમાસ ધમધમાટ રહે છે. ઉપરાંત બીનનિવાસી ભારતીયોનું પ્રમાણ પણ વધુ હોઈ એરાયાત્રિકોની સારા પ્રમાણમાં સંખ્યા રહે છે. ગત એપ્રિલમાં જેટ એરવેઝ દ્વરા પોતાની સેવાનો સંકેલો કરાયા બાદથી ભુજ મુબઈ વચ્ચે એકમાત્ર એર ઈન્ડિયાની જ હવાઈ સેવા છેભુજ-મુંબઈ રૂટ ઉપર પ્રવાસીઓનો ભારે ધસારો રહેતો હોવા છતાં ઓછી સીટવાળુ નાનુ પ્લેન મુકી મુસાફરોને લૂંટવામાં આવી રહ્યા છે. આ બાબતે એરપોર્ટ સાથે સંકડાયેલા સૂત્રોનું માનીએ તો આંતરરાષ્ટ્રીય ફલાઈટની ટીકીટના દરને પણ આંટી જાય છે એથી વધુ ભુજ-મુંબઈ વચ્ચે ટીકીટના દર વસુલાતા હોવા છતાં સમાજ સેવા સંગઠનો અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા લોકોના મતથી ચૂંટાઈ આવેલા પદાધિકારીઓ કે રાજકીય અગ્રણીઓ ભેદી મૌન સેવી રહ્યા છે.જાગૃત લોકોના મતે આ રૂટ પર નવી હવાઈ સેવા શરૂ ન થાય તો વાંધો નહીં પરંતુ ૭૦ સીટના બદલે ૧૭પ સીટની ક્ષમતા વાળા પ્લેનને મુકવામાં આવે તો પ્રવાસીને હાલાકીમાં થોડી રાહત થાય તેમ છે. હદ તો ત્યાં થાય છે કે ભુજ-મુંબઈ રૂટ વચ્ચે રૂા.૪પ૦૦થી રૂા.૬૦૦૦ ટીકીટના દર હોવા જોઈએ પરંતુ ઓછી સીટો વાળુ નાનુ પ્લેન મુકીને ભુજથી મુંબઈ વચ્ચે પ્રવાસીઓ પાસેથી ૧૯૦૦૦૦થી ર૦,૦૦૦ વસુલાઈ રહ્યા હોવાની ઘટના બહાર આવવા પામી છે.તાજેતરમાં મુંબઈથી ભુજ આવેલા અને આકસ્મિક ઘટનાના કારણે પરત સત્વરે મુંબઈ પહોંચવાનું હોઈ એક પ્રવાસીના ટીકીટના દર પેટે રૂા.ર૦,૦૦૦ ચૂકવવા પડયા હતા. એર ઈન્ડિયા દ્વારા લૂંટાતા કચ્છીઓને અટકાવવા એક અવાજ નહીં ઉપાડે તો ડાયનેનીક ફેરની રમતમાં પ્રવાસીઓને લૂંટાવવું પડશે એમાં બે મત નથી.