જયંતિ ભાનુશાલી હત્યા કેસના સાક્ષીની રેકી કરવાના કેસમાં છબીલ પટેલના જમીન મંજુર થયા છે સાક્ષીની દિનચર્યાની રેકી કરી તેમજ ઘર-ફેક્ટરીની વિડિયો ક્લિપ સહિતની સંવેદનશીલ માહિતી એકત્ર કરવાના કેસમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલના જામીન મંજૂર થયાં છે. જેન્તીની હત્યાના બે મહિના બાદ માર્ચ માસમાં રોજ છબીલે વિદેશમાં બેઠાં-બેઠાં તેના વેવાઈ રસિક પટેલ અને ભત્રીજા પીયૂષ સાવાણીને વોટસએપ પર ફોન કરી આ કામ કરવા કહ્યું હતું. આ અંગે બાતમી મળતાં પૂર્વ કચ્છ એસઓજીએ ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસેથી પીયૂષ વાસાણી, કોમેશ પોકાર અકીલા અને રેડીસન હોટેલમાં રોકાયેલાં રસિક પટેલની ધરપકડ કરી કનિદૈ લાકિઅ લીધી હતી. બનાવ અંગે SOGએ છઠ્ઠી માર્ચ 2019નાં રોજ છબીલ સહિત ચારેય સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં IPC 115 અને 120-Bની કલમ તળે ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં પોલીસે છબીલ સામે કૉર્ટમાં ફાઈનલ ચાર્જશીટ રજૂ કર્યા બાદ છબીલે જામીન મેળવવા હાઈકૉર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને હાઈકૉર્ટે ગ્રાહ્ય રાખી છબીલના જામીન મંજૂર કર્યાં છે. જો કે, છબીલની હાલતુરંત જેલમુક્તિ શક્ય થાય તેમ જણાતું નથી. જેન્તીની હત્યાના મુખ્ય કેસમાં તે હજુ ‘અંદર’ જ છે. તેમાં જામીન મળે તો જ તે બહાર આવી શકશે.