રાષ્ટ્રીય નાગરીક ઉડ્યન મંત્રાલય દ્વારા ઉડાન યોજના અંતર્ગત ભુજનો સમાવેશ – સાંસદ વિનોદ ચાવડા

નાગરીક ઉડ્યન વિભાગ ના જોઈન્ટ સેક્રેટરી શ્રી ઉષા પાધી સાથે આજે કચ્છ ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ મુલાકાત કરી હતી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે વિકાસશીલ કચ્છથી દેશના અન્ય પ્રાંતો સાથે વિમાની સેવાઓ ઉપલબ્ધ નથી ભુજ-મુંબઈ અને કંડલા-મુંબઈ અમદાવાદ વિમાની સેવા હાલમાં કાર્યરત છે. જે સેવા અપૂરતી છે, યાત્રીકો નો ઘસારો ખુબ જ હોઈ તાત્કાલિક વિમાની સેવાઓ શરૂ થાય ઉપરોક્ત બાબતે ઈન્ડીગો એરલાઈન્સ અને અન્ય ખાનગી વિમાની કંપનીઓ સેવા આપવા તૈયાર છે. પરંતુ મુંબઈ એરપોર્ટ ઉપર સ્લોટ સુવિધા પ્રાપ્ત થતી નથી, જેથી વિમાની સેવા શરૂ કરવામાં વિલંબ થાય છે. આ બાબતે બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રી GVK પાસે રજુઆતો કરેલ છે, સરકારશ્રી પણ આ બાબતે ત્વરિત સ્લોટ ઉપલબ્ધતા માટે સુચન કરે.નાગરીક ઉડ્યન વિભાગના જોઈન્ટ સેક્રેટરીએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ભારત સરકારશ્રી ઉડાય યોજના અંતર્ગત ભુજનો સમાવેશ કરવામાં આવેલ છે, જેથી ખાનગી વિમાની સેવાઓ સાથે સરકારી કંપનીઓ દ્વારા પણ વિમાની સેવા શરૂ થઇ શકશે. સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, કચ્છએ પર્યટન સ્થળ તરીકે વિશ્વના નકશામાં અંકીત થયેલ છે, માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના તત્કાલીન ગુજરાતનાં મુખ્યપ્રધાન હતા ત્યારે કચ્છને ઐતિહાસિક ઘરોહરનું સ્થાન આપી પર્યટન સ્થળોનો વિકાસ કરેલ છે, તેમણે શરૂ કરાવેલ રણોત્સવમાં દર વર્ષે લાખો લોકો આવે છે, સરકારશ્રીએ નવેમ્બર થી માર્ચના રણોત્સવ સમયે સ્પેશીયલ વિમાની સેવા પણ શરૂ કરવાની ખાત્રી આપી છે, કચ્છને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક માટેની માંગણી પણ ઘણા લાંબા સમયથી પેન્ડીંગ છે, પરંતુ લાખો કચ્છવાસીઓ વિશ્વના ખૂણેખૂણે વિસ્તરેલ છે, ભુજને એમ્રીગેશન અને કસ્ટમ સુવિધા માટેની માંગણી પણ વિચારધીન છે, તેમ સાંસદશ્રી એ જણાવ્યું હતું.યાત્રિક સુવિધા અને વિમાની સેવા પ્રાવધાન માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત નો સકારાત્મક પ્રતિભાવ જોઈન્ટ સેક્રેટરીશ્રી ઉષા પાધીએ આપ્યો હતો.