અંજાર ૧૭ વર્ષની આર્મી સેવા પૂર્ણ કરી માદરે વતન ફરેલા યુવાનનું ભવ્ય સ્વાગત

અંજારના યુવાને ૧૭ વર્ષ માતૃભૂમિની સેવા કરી સેવા નિવૃત થઈ માદરે વતન પરત ફરેલા યુવાનનું ભવ્ય સ્વાગત–સન્માન કરવામાં આવ્યું છે. તા.૨ને અને ખોડિયાર જયંતીના શુભ દીને મુળ વોવારના અને અંજાર ગઢવી સમાજનું ગૌરવ યુવાન સવરાજભાઈ પાલુભાઈ ગઢવી કે જેઓ આપણા દેશની શાન ઈન્ડિયન આર્મીમાં ૧૭ વર્ષની પોતાની સેવા આપી અને સેવા નિવૃત થઈ અને પોતાના વતન અંજાર–કચ્છ મધ્યે પરત ફર્યા હતા. તેઓએ ૧૯ વર્ષની વયે ઈન્ડિયન આર્મીમાં જોડાઈ અને ૨૦૦૭ની સાલમાં આતંકવાદીઓ સાથે ૭૨ કલાક મુઠભેડ કરી અને વિજય હાંસલ કરેલ તેમકજ માઈનસ ૨૦ ડિગ્રીમાં પોતાની માતૃભમિ વતન પ્રત્યેની નિા અને ફરજો નિભાવી ત્રણ વર્ષ રાષ્ટ્ર્રીય રાયફલ તરીકે પોતાની સેવાઓ આપેલ છે.તેમના સન્માનમાં સવરાજ ગઢવી સન્માન સમિતિ અંજાર દ્રારા અંબાજી માતાજી મંદિર ગંગાનાકેથી સોનલમાના મંદિર સુધી ભવ્ય સામૈયાનું આયોજન કરેલ હતો અને ત્યારબાદ સોનલધામ મધ્યે વિવિધ સંસ્થાઓ, સમાજો તેમજ રાજકીય આગેવાનો દ્રારા સન્માનનો સમારભં રાખવામાં આવેલ હતો જેમાં રાયમંત્રી વાસણભાઈ આહિર, અંજાર શહેર ભાજપ પ્રમુખ ડેની શાહ, વિરોધ પક્ષના નેતા વિ.કે.હુંબલ, અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ રબારી, હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા, વી.એચ.પી. પ્રમુખ મનજીભાઈ આહિર, ગાંધીધામ ગઢવી સમાજના પ્રમુખ વિપુલદાન ગઢવી, જામખંભાળિયા ગઢવી સમાજના પ્રમુખ રામભા નાથાભા ગઢવી, ઢબર રબારી સમાજના પ્રમુખ જગાભાઈ રબારી, વોવાર ગઢવી યુવક મંડળના રતનભાઈ, ગોવિંદભાઈ, માણેકભાઈ, બાબુભાઈ, અરજણભાઈ તેમજ અંજાર ગઢવી સમાજ પ્રમુખ કૈલાસદાન ગઢવી તથા સમગ્ર અંજાર ગઢવી નવયુવક મંડળ દ્રારા સવરાજભાઈનું સન્માન કરવામાં આવેલ હતું. તેમજ સમગ્ર કાર્યક્રમ સવરાજ ગઢવી સન્માન સમિતિ વતી સામતભાઈ ડી.ગઢવી, એડવોકેટ, મુરજીભાઈ ગઢવી, બાબુભાઈ ગઢવી, આલાભાઈ ગઢવી, નારણભાઈ આર.ગઢવી, ગોવિંદભાઈ ગઢવી એડવોકેટ, ગોપાલભાઈ ગઢવી તથા પાલુભાઈ ગઢવીના સૌજન્યથી કરવામાં આવેલ હતું.