Skip to content
? ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ આજરોજ ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ઘોઘા પો.સ્ટે.ના સ્ટાફના માણસોએ ઘોઘા તાબેના નવાગામ (નાના) ખાતે વસ્તુપાલસિંહ સહદેવસિંહ ગોહીલની વાડીમાં જુવારના વાવેતરમાં છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ-૯, બોટલ નંગ-૧૦૮ તથા બીયર પેટી નંગ-૧૭ બીયર ટીન નંગ-૪૦૮ કિ.રૂ. ૮૩,૨૦૦/- તથા મોબાઇલ ફોન-૨ સહિત કુલ કી.રુ.૮૩,૨૦૦/- ના મુદામાલ સાથે આરોપી (૧) દેવેન્દ્રસિંહ સહદેવસિંહ ઉર્ફે શંભુભા ગોહીલ ઉ.વ.૩૦ (૨) ગુલાબસિંહ બાપલસિંહ ગોહીલ ઉ.વ.૨૩ રહેવાસી-બન્ને નવાગામ (નાના) તા.ઘોઘા જી.ભાવનગર વાળાને પકડી પાડેલ મજકુર બન્ને ઇસમો તથા સદરહુ દારૂનો જથ્થો મંગાવનાર (૧) વસ્તુપાલસિંહ ઉર્ફે વસ્તો સહદેવસિંહ ઉર્ફે શંભુભા ગોહીલ (૨) માલદેવસિંહ લગ્ધીરસિંહ ચુડાસમા (૩) પ્રહલાદસિંહ ઉર્ફે પેલુભા છનુભા ગોહીલ રહેવાસી-તમામ નવાગામ (નાના) તા.ઘોઘા જી.ભાવનગર વાળા સહિતના તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
Continue Reading