પૂર્વ કચ્છ ના સાત પોલીસ અધિકારીઓની આંતરિક બદલીઓ

image_1580876787

મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા દ્વારા સાત પોલીસ અધિકારીઓની આંતરીક બદલી કરવામાં આવી છે જેમાં અંજાર પી.આઈ ડીએમ ઝાલાની રાપર સીપીઆઇ તરીકે બદલી કરાઈ છે ખેડોઇ માં થયેલા હવાઈ ફાયરિંગમાં  આ બદલી થઇ હોવાનું મનાઈ રહ્યું છે અને અંજાર સીપીઆઇ તરીકે ફરજ બજાવતા એ જી સોલંકી ની અંજાર પોલીસ મથકમાં બદલી કરાઇ છે તેમજ કંડલા મરીન ના પી.આઈ વી એફ ઝાલાની અંજાર સીટી તરીકે બદલી કરવામાં આવી છે તો રાપરના પી.આઈ એમ.એચ જેતપરિયા ને મજા મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત ત્રણ પીએસઆઈની બદલી કરાઈ છે જેમાં પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ એમ એસ રાણા ની કંડલા મરીન બદલી કરાઈ છે તો બી ડિવિઝન ના કે એન.સોલંકી ને કડલા વિંગમાં મુકાયા છે રાપર પી.એસ.આઇ એમ એસ પરમાર ની  જિલ્લા પોલીસ વડાની કચેરી સ્થિત એમ.ઓ.બી શાખામાં બદલી કરવામાં આવી છે પૂર્વક જિલ્લા પોલીસ વડાએ ચાર પીઆઇ અને ત્રણ પીએસઆઈ સહિત સાત અધિકારીઓની આંતરિક બદલીઓ કરી છે.