જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (ભુજ) તથા ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ચેમ્બર ભવન, ગાંધીધામમાં એક ઔદ્યોગિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું પ્રારંભમાં ચેમ્બરનાં માનદ્ મંત્રી આશિષ જોષીએ સૌને આવકારતાં સેમિનારનાં ઉદ્દેશ્ય સમજાવ્યા બાદ ચેમ્બર પ્રમુખ અનિલકુમાર જૈને નાયબ કલેક્ટર વિમલ જોષીનું, ઉપપ્રમુખ તેજા કાનગડે DIC નાં જનરલ મેનેજર કનક ડેરનું, જ્યારે કુમાર રામચંદાણીએબેંક ઓફ બરોડાનાં લીડ મેનેજર એસ. કે. સિન્હાનું તથા ચેમ્બરનાં ખજાનચી દર્શન ઇસરાનીએ NSE નાં જયકુમાર શાહનું મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું ચેમ્બર પ્રમુખ જૈને સ્વાગત પ્રવચન કરતાં જણાવેલ કે ગાંધીધામ ચેમ્બર ધંધાર્થીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ અર્થે સગવડ કર્તાનો રોલ અદા કરે છે. MSME કોઈ પણ ધંધાની શરૂઆત છે અને દેશની આર્થિક વ્યવસ્થામાં તેનો મહત્વનો ફાળો હોય છે. રોજગારી અને નવોત્થાન માટે MSME અગત્યનો ભાગ ભજવે છે. તેમણે નવી પઢીને વિશેષરૂપે આહ્વાન આપતાં આજનાં સેમિનારમાંથી જાણકારી મેળવી MSME ધંધાની શરૂઆત કરવા પર ભાર મુક્યો હતો.નાયબ કલેકટર જોષીએ ગુજરાત સરકારની ઓનલાઇન ફેઈસ-લેસ વ્યવસ્થા અંતર્ગત ઇઝા ઓફ ડુઇંગ બિઝનેસની જાણકારી આપી હતી ધંધાર્થીઓ માટે જમીનની ફાળવણી, વિવિધ લાયસન્સો, પરવાનગીઓ વિગેરે માટે સરકારએ શરૂ કરેલ ઓન લાઇન પ્લેટફોર્મ વિષે પણ સૌને માહિતગાર કર્યા હતા DICનાં જનરલ મેનેજર ડેરે MSMEનું મહત્વ સમજાવતાં જણાવેલ કે MSEM ક્ષેત્રનો જી.ડી.પી.માં ૩૧% ફાળો છે. રોજગારી ઊભી કરવામાં MSMEનો મહત્વનો ફાળો છે. દેશમાં MSMEનાં વિકાસને લિધે જ સ્થળાંતરની સમસ્યા ઉપર કાબુ આવેલ છે. આમ છતાં MSME ક્ષેત્રને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, આથી ગુજરાત સરકારે સરળ ડિઝીટલ પદ્ધતિ અપનાવીને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની શરૂઆત કરેલ છે. ત્રણ વર્ષની છુટછાટ અંતર્ગત પરવાનગી વગર MSME શરૂ કરી શકાય છે. તેમણે ઇનવેસ્ટર્સ ફેસીલીટેશન પોર્ટલ અને MSME વટહકમ – ૨૦૧૯ વિષે વિસ્તૃતમાં માહિતી આપી હતી વિલંબિત ચુકવણી કાઉન્સીલની રચના અને તે અંતર્ગત મળતા અધિકારો હેઠળ ધંધાકિય ચુકવણી સમયસર ન થાય તો સમાધાન કરવાની યોજનાં અને તેની કામ કરવાની પધ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી બેંક ઓફ બરોડાનાં લીડ મેનેજર એસ. કે. સિન્હાએ ગુજરાત સરકાર સાથે થયેલ MOU હેઠળ MSME એકમોને નાણાંકિય સહાયતા આપવાની ૩૭ જેટલી વિવિધ સ્કિમો વિષે જાણકારી આપી હતી આ સ્કિમોનો લાભ મેળવવા માટે ગુજરાત રાજ્યમાં બેંક ઓફ બરોડા દ્વારા વિશેષ બ્રાંચો ઉભી કરેલ છે. અને કચ્છમાં પણ આ માટે ગાંધીધામ મધ્યે ખાસ વ્યવસ્થા બેંક ઓફ બરોડા દ્વારા ઊભી કરવામાં આવેલ છે.NSE નાં જયકુમાર શાહે પણ ગુજરાત સરકાર સાથે થયેલ MOU વિષે માહિતી આપી હતી MSME એકમો મૂડી ઊભી કરવા માટે NSE Emerge પ્લેટફોર્મનો ઉપયોગ કરી IPO દ્વારા વ્યાજ વગરની મૂડીનું નિર્માણ કરી શકે છે તે વિષે સૌને માહિતગાર કરેલ. આ વ્યવસ્થા અંતર્ગત ધંધાની કિમંતમાં પણ વધારો થાય છે. જે દ્વારા વિવિધ રસ્તે બેંકો દ્વારા નાણાં મેળવવામાં પણ સરળતા રહે છે. ગુજરાત સરકાર આ પ્લેટફોર્મ ઉપરથી IPO દ્વારા મૂડી ઊભી કરવા માટે રૂપિયા ૫લાખની સહાયતા આપે છે. તેમણે બિલ ડિસ્કાઉન્ટ પ્લેટફોર્મની જાણકારી આપતાં કાર્યકારી મૂડીની જરૂરીયાત આ વ્યવસ્થા દ્વારા કેવી રીતે પૂરી પાડવામાં આવે છે તે વિષે જાણકારી આપી હતી આ ઉપરાંત કરન્સી ડેરીવેટીસ એક્સચેન્જ દ્વારા કરન્સી હેજીંગની જે વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે તે સંદર્ભે પણ જાણકારી આપી હતી ઉપસ્થિતોએ વક્તાઓ સમક્ષ પોતાનાં પ્રશ્નો રજુ કરી વિવિધ વિષયો વિશે વધારે જાણકારી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો અંતમાં ચેમ્બરનાં ઉપપ્રમુખ તેજાભાઈ કાનગડે સૌ ઉપસ્થિતોનો આભાર માનેલ એમ ચેમ્બર નાં માનદ્ મંત્રી આશિષ જોષીએ એક અખબારી યાદીમાં જણાવાયું છે.