40 હજારની લાંચ લેનાર અધિકારીની ધરપકડ
copy image

એસીબી સફળ ટ્રેપ
ફરીયાદી : એક જાગૃત નાગરિક
આરોપી:
(૧) વિશાલ ભરતભાઈ જોષી, ટેકનીકલ આસીસ્ટન્ટ (કરાર આધારિત),
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)
તાલુકા પંચાયત ભુજ.
(૨)દર્શન વિષ્ણુભાઈ પટેલ, ગ્રામ સેવક
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)
તાલુકા પંચાયત ભુજ.
ગુનો બન્યા :
તા.૩૧/૦૭/૨૦૨૫
લાંચની માંગણીની રકમ :
રૂ. ૪૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ :
રૂ. ૪૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :
રૂ. ૪૦,૦૦૦/-
ટ્રેપનું સ્થળ :
તાલુકા પંચાયત કચેરી, ભુજ
ટૂંક વિગત :
આ કામના ફરીયાદીએ પ્રઘાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાની તથા તેના સંબધીઓની મકાન બનાવવા સારૂ મળવાપાત્ર સહાય ની અરજી ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે કરેલ. જે અરજી સહાય બાબતે આ કામના ફરિયાદીએ આરોપી નં(૧)નાઓને રૂબરૂ મળતા તેઓએ આ સહાય માટે જરૂરી ટેકનીકલ કાર્યવાહી કરી આપવા સારૂ રૂ.૪૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ, અને આ ગેરકાયદેસર લાંચની રકમ બાબતે આરોપી નં(૧) નાએ આરોપી નં(૨) ને મળવા સારૂ જણાવેલ.
જે ગેરકાયદેસર લાંચની રકમ આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ ભુજ એસીબીનો સંપર્ક કરેલ અને પોતાની ફરિયાદ આપતા . ફરિયાદીની ફરીયાદ આઘારે ગોઠવેલ લાંચના છટકાં દરમ્યાન આ કામના આરોપી નં (૧)નાઓએ ફરિયાદીને ફોન પર આરોપી નં(૨)ને મળી આ લાંચની રકમ આપી દેવા સારૂ જણાવેલ. જે થયેલ વાતચીત આઘારે ફરિયાદી આરોપી નં(૨) ને મળી હેતુલક્ષી વાતચીત કરી, આ કામના આરોપી નં.૦૨ નાઓ લાંચના છટકા દરમિયાન રૂ.૪૦,૦૦૦/- આરોપી નં.૦૧ નાઓ વતી માંગી, સ્વીકારી, પકડાઈ જઈ બન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા બાબત.
નોંધ : આરોપી નં(૧) હાજર મળી આવેલ નથી.
ટ્રેપીંગ અધિકારી :
શ્રી એલ.એસ.ચૌધરી,
પોલીસ ઇન્સપેકટર,
ભૂજ એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ
સુપર વિઝન અધિકારી :
શ્રી કે.એચ.ગોહિલ,
મદદનીશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.