ઝોન માંથી 2.39 કરોડ ની સોલાર પેનલ-બેટરી ની ચોરી

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેર નજીક આવેલા કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં તસ્કરોએ સોલાર લાઇટો નિશાન બનાવીને મોટી ચોરીને અંજામ આપ્યો છે તો અંદરથી સોલાર લાઈટ ના લોખંડના 71 પોલ, એકસાઇઝની 12 વોલ્ટની 1315 બેટરી, અને સોલાર પેનલ 84 સહિત કુલ રૃપિયા ૨ કરોડ 39 લાખ 10554 ના લાઈટના સામાનની ચોરી કરીને લઈ ગયા હતા ઝોન પ્રશાસન દ્વારા વર્ષ 2012 13 માં 1000 સ્ટ્રીટ લાઈટ લગાડવામાં આવી હતી વર્ષ 2015 16 માં 24 વોલ્ટ ની 500 સોલર લાઈટ લગાડવામાં આવી હતી તેનું મેન્ટેનન્સનું કામ એંનબીસીસી ને આપવામાં આવ્યું છે એંનબીસીસી જન પ્રશાસનને તારીખ 17 6 2015 ના લાઈટો તેમજ કેબલ થયા છે અને સામાન ચોરી થઇ હોવાની લેખિત રજૂઆત કરી હતી ત્યારબાદ 16 8 2016 ના સિક્યુરિટી ઓફિસર ચરણસિંઘ a પ્રશાસનને કરેલી લેખિત ફરિયાદમાં કાસેજ ફેક્ટરી એરીયા અને કોલોની વિસ્તારમાંથી ગની સ્માઈલ, સબીર કારા, યાકુબ હુંસેન ગાલા, સલીમ અહેમદ અને કાદર હુસેન સોલાર લાઈટ અને પોલ ચોરી કરીને લઇ ગયા હોવાની શંકા દર્શાવી હતી ત્યાર પછી સમાયંતરે અલગ-અલગ કંપનીઓના જવાબદારો અને સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રશાસનને લેખિત ફરિયાદ કરીને જાણ કરી છે ઝોનમાંથી મોટા પાયે સોલાર લાઇટો ની અને સરસામાનની ચોરીની ઘટના છે 17 10 2019 ના ડેપ્યુટી ડેવલોપમેન્ટ કમિશનર સહિતના અધિકારીઓની એક બેઠક મળી હતી તેમાં આ મામલાની સમીક્ષા કરાઇ હતી જેના અંતે મોટાપાયે ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું જેના પગલે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ના સેક્રેટરી દેવરાજભાઈ પુરુષોત્તમભાઈ નાયર નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.