ભુજનું માધાપર ગામમાં આંખલાઓનો ત્રાસ

ભુજનું માધાપર ગામ જે અમીર ગણાતું ગામ છે, તેમાં પ્રાથમિક સુવિધા તો નથી જ પરંતુ રોડ પર આંખલાઓનો પણ ત્રાસ હવે દિન પ્રતિ દિન વધી રહ્યો છે. બે-બે સરપંચ હોવા છતાં પણ કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવતી. કેટલાક કિસ્સાઓ રોજ બરોજ ના બનતા હોય છે જેમાં આંખલાઓ લોકને ઇજાઓ પહોંચાડે છે અને ઘાયલ કરી દેતાં હોય છે. હવે તો લોકો રોડ ક્રોસ કરતા પણ ડરી રહ્યા છે તેવી હાલત થઈ ગઈ છે. કેટલીક વખત આ આંખલાઓ વાહનોને પણ ફગાવી દઈ અને નુકશાન પહોંચાડતા હોય છે. શું આ ગંભીર મુદ્દો નથી. આ માટે યોગ્ય પગલાં લેવા જરૂરી નથી…?