Skip to content
શહેરના સપનાનગરમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવીને ૭૩ હજારનું ખાતર પાડ્યું હતું. મકાનના તાળા તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ સોના- ચાંદીના દાગીના તેમજ વિવિધ બેંકના એટીએમ તફડાવીને ૭૩ હજારની હાથ માર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદી ધર્મેન્દ્ર પ્રવીણચંદ્ર જાની (ઉ.વ. પ૬) (રહે મકાન નં. ઈ/૭૧, સપનાનગર, ગાંધીધામ)ની ફરિયાદને ટાંંકીને પોલીસે જણાવ્યું હતું કે, ગત તા. ૯-રના રાત્રીના ૧ર વાગ્યાથી ૩ વાગ્યા દરમ્યાન ફરિયાદીના મકાનમાંથી ચોરી થઈ હતી. બંધ મકાનના દરવાજાના તાળા તોડીને અંદર પ્રવેશેલા તસ્કરોએ જુદી – જુદી બેંકના એટીએમની ચોરી કરી હતી. જેમાં કોર્પોરેશન બેંક, કોસમોસ બેંક સહિતના ક્રેડીટ કાર્ડ તફડાવીને રૂપિયા ૬પ હજાર કાઢવી લીધા હતા. તો ઘરમાંથી રૂપિયા ૮ હજાર સોના- ચાંદીના દાગીના પણ સેરવી ગયા હતા. બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા બી.જે. જોષી દ્વારા તપાસ હાથ ધરાઈ છે.