Skip to content
તાલુકાના રવ ગામે પોલીસે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડીને રૂા.૯ર,૩૦૦ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબ ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી ફરાર થઈ ગયો હતો આ અંગે મળતી વિગત મુજબ ગત મોડી સાંજે પોલીસે રવના વાડી વિસ્તારમાં દરોડો પાડીને ઈંગ્લિશ દારૂની ૧૩૦ નંગ બોટલ ઝડપી પાડી હતી. તો ૪૩ર નંગ બીયરના ટીન, ૩૬ નંગ ક્વાર્ટરિયા મળીને રૂા.૯ર,૩૦૦નો મુદ્દામાલ ઝડપાયો હતો. પોલીસે પાડેલા દરોડામાં આરોપી નરપતસિંહ ઉર્ફે મુન્નો મહિપતસિંહ જાડેજા નાશી છૂટતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.