સામખયારી પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સામખયારી માળીયા હાઈવે સુરજબારી પોલીસ ચેકપોસ્ટ પાસેથી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે ટ્રક ડમ્પર નંબર જીજે જીરો 8 એ યુ 0889 રોકીને તલાશી લેતા અંદરથી રૂપિયા ૨૨૫૯૬૦૦ ની કિંમત નો 499 પેટીમાં સાત હજાર 988 બોટલ અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેના પગલે પોલીસે આરોપી ડ્રાઇવર મંગલારામ હિરકાનરામ બિશ્નોઇ ને પકડી પાડ્યો હતો રેડ દરમિયાન એલસીબીને આરોપી શેતાન આરામ ભાગીરથ રામ બિશ્નોઇ અને આ દારૂનો જથ્થો મંગાવનાર આરોપીઓ હાથમાં આવ્યા નથી એલસીબીએ ટ્રક ડમ્પર સહિત કુલ રૂપિયા ૩૭૭૦૧૦૦ નો મુદ્દામાલ કબજે કરીને ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે પૂર્વ કચ્છમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ અંગ્રેજી દારૃના જથ્થા પકડવામાં ભારી સક્રિયતા દાખવી છે અને લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી રહી છે લગભગ બે અઠવાડિયા દરમિયાન ત્રણ કરોડથી વધુનો દારૂ પોલીસે ઝડપી પાડયો છે બોર્ડર રેન્જ આઈ.જી સુભાષ ત્રિવેદી આવ્યા બાદ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં પોલીસની સક્રિયતા જોવા મળી રહી છે આવી જ સક્રિયતા નિયમિત પણે જોવા મળે તે જરૂરી છે.