પં.દિનદયાલ ઉપાઘ્યાયજીની પૃણ્યતિથી નિમિતે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સમર્પણ દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અંત્યોદયને જીવન મંત્ર બનાવનાર પં.દિનદયાલજીએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રહિતમાં સમર્પણ કરેલ હોવાથી ભારતીય જનતા પક્ષ દ્વારા તેમની પૂણ્યતિથીને સમર્પણ દિન તરીકે ગણીને વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે.જિલ્લા મધ્યસ્થ કાર્યાલય નજીક આવેલી તેમની પ્રતિમા પર સવારે પક્ષના સૌ હોદેદારો અને કાર્યકરોએ હારારોપણ કરીને પંડિતજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યાર બાદ જિલ્લા કાર્યાલય ખાતે તેમના જીવન કવન વિશે ઉપસ્થિત સૌ કાર્યકરોને કચ્છ જિલ્લા ભાજપ અઘ્યક્ષ કેશભાઈ પટેલે વિસ્તૃતમાં છણાવટ કરી હતી.કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, દિનદયાલજી રાષ્ટ્રની સમગ્ર પરિસ્થિતીઓનું તથા પ્રશ્નોનું ગહન ચિંતન કરતા એક મહાન ચિંતક હતા જે તેમના લેખો અને જીવન ચરિત્રથી પ્રદિપ્ત થાય છે. ભારતીય બંધારણ, રાષ્ટ્ર ભાષા, અખંડ ભારત, રાષ્ટ્રીયતા, એકાત્મ માનવ દર્શન તેમજ શિક્ષણ અધ્યાત્મ અને ધર્મ રાજય વિશે તેઓના ગહન ચિંતન વિશે પુસ્તકોના પસ્તકો લખી શકાય એમ છે. પંડિતજી હંમેશા સંસ્કારિત કાર્યકર્તાઓની પ્રત્યેક સ્તર પર એક ટીમ બનાવી તેઓના માધ્યમથી જન સંપર્ક, જન જાગરણ અને જન શિક્ષા અભિયાનો સતત પણે ચલાવતા રહી પક્ષ રૂપી કલ્પવૃક્ષના મૂળ મજબૂત કરતા રહી અવિરતપણે રાષ્ટ્ર સેવાના માર્ગે આગળ વધતા રહયા હતા જે આપણા સૌ માટે સદેવ પ્રેરણારૂપ બની રહેશે. ભજ ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ”પરમ વેભવ નેતમેતત્ સ્વરાષ્ટ્રમ્” નો આજીવન ઘ્યેય ધરાવતા તથા અખંડ ભારતો સંકલ્પ લઈને અખંડ રાષ્ટ્ર સેવાને વરેલા પંડિતજી ભારતીય જનસંઘની સ્થાપનાના પાયાના પથ્થર તરીકે હતા. દંભના સહારે નહી પરંત સિધ્ધાંતોના બળે સેવાપૂર્ણ રાજનિતીને વરેલા દિનદયાલજી ખરા અર્થમાં એક યગ પુરૂષ હતા જેમના ચરિત્રને સતત વાગોળતા રહેવાથી પ્રત્યેકમાં નવીન ઉર્જાનો સંચાર થાય છે સમપણ દિવસના જિલ્લા ઈન્ચાર્જ તરીકે કે.ડી.સી.સી. બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી અને સહ ઈન્ચાર્જ તરીકે કચ્છ જિલ્લા ભાજપ મંત્રી દિલીપભાઈ શાહની નિયુકિત કરવામાં આવી હતી. દેવરાજભાઈ ગઢવીએ પણ પંડિતજીના પવિત્ર જીવન વિશે ઉપસ્થિત કાર્યકરોને માહિતી આપી હતી. ત્યાર બાદ શહેર સ્થિત માનસિક ચિકિત્સાલય ખાતે સૌ હોદેદારો અને કાર્યકરોએ મુલાકાત લઈને દર્દીઓને ફળાહાર વિતરણ કર્યું હતું અને સાથો સાથ સ્વચ્છતા અભિયાન પણ આદર્યું હતું.