મુન્દ્રા મરીન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કુકડસર ગામમાં રહેતા ગીતાબેન સાંકડા ભાઈ કરમશીભાઈ રબારી ઉંમર વર્ષ ૨૦ ગર્ભવતી હતા અને પાંચ માસનું તેમને ગર્ભ હતો રાત્રિના સમય પેટમાં દુખાવો ઉપડતાં પ્રથમ સારવાર તેમણે ભદ્રેશ્વર માં લીધી હતી અને ત્યાંથી દવા લઈને ઘરે પરત આવી ગયા બાદ સ્થિતિ વધુ ગંભીર બનતા સગર્ભા મહિલાને આદિપુર સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા સગર્ભા મહિલાનું મૃત્યુ નીપજયું હતું મુન્દ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.