ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના મહેશ્વરી નગર ચોકમાં મનોજ ભાઈ બાબુભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ ૩૦ ને ધંધા બાબતે આરોપી પચાણ મતિયા, કિશોર ઉર્ફે જીગલો મતિયા, જગદીશ ઉર્ફે જાખરો ફફલ, અને વિનોદ ફફલ એ ધાક-ધમકી આપીને માર માર્યો હતો અને ધોકાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.