કંડલા દીનદયાલ પોર્ટની મુલાકાત લેતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

ત્રણ દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસના અંતિમ તબક્કામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મહાબંદર કંડલાની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. દીનદયાળ પોર્ટ ટ્રસ્‍ટ દ્વારા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને પ્રોટોકોલ અનુસાર પોર્ટ ખાતે ગાડ ઓફન ઓનર આપવામાં આવ્યું હતું. મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કંડલાની મુલાકાત વેળાએ ટગમાં બેસીને કાર્ગો જેટી અને ઓઇલ જેટીની મુલાકાત સમગ્ર કામગીરીનું ઝીણવટથી નિરીક્ષણ કરી માહિતગાર થયા હતા. કચ્છ જિલ્લાની દરિયાઇ સુરક્ષા અંગે પણ તેઓ અવગત થયા હતા. પોર્ટની મુલાકાત વેળાએ કંડલા પોર્ટ દ્વારા અપાતી સવલતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભવિષ્યના પ્લાનીંગ અંગે ચેરમેન સંજયભાઇ મહેતા તથા અન્ય અધિકારીઓએ પૂરક માહિતી આપી હતી. દીન દયાલ પોર્ટ છેલ્લા ૧૨ વર્ષથી સમગ્ર ભારતમાં નંબર એકનું સ્થાન જાળવી રાખેલ છે તે બદલ રાજ્યપાલશ્રીએ પોર્ટના અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.

જેટીની મુલાકાત બાદ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કંડલા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલની પણ મુલાકાત લીધી જ્યાં કન્ટેનર દ્વારા ઇમ્પોર્ટ અને એક્ષપોર્ટની થતી કામગીરી નીહાળી હતી તેમજ પોર્ટના પ્રાંગણમાં ગવર્નર તેમજ લેડી ગવર્નરના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ વેળાએ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સંજય મહેતા, સચિવશ્રી વેણુ ગોપાલ, કચ્છ કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડાશ્રી પરિક્ષીતા રાઠોડ, અંજાર ડીવાયએસપી ડી.એસ. વાઘેલા, અંજાર પ્રાંત અધિકારી ડૉ. જોષી, પોર્ટ ટ્રાફિક મેનેજર કિરુપાનંદ સ્વામી, નાણાકીય સલાહકાર શ્રી સોંઢી, ચીફ એન્જિનીયર સુરેશભાઇ પાટિલ, ચીફ મેકેનીકલ એન્જિનીયર સુશીલ નાહક, જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણી સહિત પોર્ટ તેમજ વહિવટી તંત્રના અધિકારીઓ સાથે જોડાયા હતા.