માળિયા ટોલનાકા પાસે કચ્છમાં આવતો ઈંગ્લિસ દારૂનો જથ્થો ઝડપાયો : ડ્રાઈવર-ક્લિનરની અટકાયત : 28,12 લાખથી વધુનો મુદામાલ જપ્ત

રાજકોટ મહાનિરીક્ષક તેમજ પોલીસ અધિક્ષકની સુચના મુજબ અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન માળિયા મીયાંણા પોલીસ સ્ટેશનના પીએસઆઈને મળેલી બાતમીના આધારે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ધ્રાંગધ્રા તરફથી માળિયા તરફ આવી રહેલા આઈસર ટ્રક નંબર એચઆર ૪૬ સી ૯૦૩૩ને રોકી ચેક કરતાં તેમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઈંગ્લિસ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં પાર્ટી સ્પેશિયલ ડિલક્ષ વ્હીસ્કી બોટલ નંગ રપ૬૮ કિ.રૂા. ૭,૭૦,૪૦૦, જયારે ક્લાસીક પ્રીમીયમ વ્હીસ્કી બોટલ નંગ ૩૦૦ કિ.રૂા. ૧,ર૦,૦૦૦, રિઝર્વ વ્હીસ્કી બોટલ ૪પ૬૦ કિ.રૂા. અકીલા ૪,પ૬,૦૦૦ તેમજ જીન્સ બર્ગ ટીન નં. ર૮૩ર કિ.રૂા. ર,૮૩,ર૦૦, તેમજ મેકડોવેલ્સ-૧ બોટલ નં. ૪૪૪ કિ.રૂા. ૧,૭૭,૬૦૦ તથા આઈસર ટ્રક કિ.રૂા. ૧ લાખ મળી કુલ ર૮,૧ર,૭૦૦નો મુદ્દામાલ સાથે ર આરોપીને ઝડપી પાડ્યા હતા આ કામગીરીમાં પીએસઆઈ જી.વી. વાણિયા તેમજ એએસઆઈ ચેતનભાઈ એસ. કડવાતર, અને હેડ કોન્સ. જયેન્દ્રસિંહ કનકસિંહ, વિપુલભાઈ કે. ફુલતરિયા, પો.કો. મનસુખભાઈ સવાભાઈ, વિજયદાન હરદાન ગઢવી, શૈલેષ રવજીભાઈ તેમજ ડ્રાઈવર પંકજભાઈ ખોડીદાસ જોડાયા હતા. પકડાયેલા આરોપી ટ્રક ચાલક તેમજ ક્લિનરની વધુ પુછપરછ પોલીસે હાથ ધરી છે. આ માલ કચ્છના સામખિયાળી ખાતે ડિલિવરી કરવાનો હોવાનું જાણવા મળેલ હતું ત્યારે પોલીસે આ માલ કયાંથી લાવ્યા છે અને કોને આપવાનો તે સહિતની તપાસ હાથ ધરી છે. આરોપીઓના મોબાઈલ પરથી પોલીસ લોકેશન પકડી તેવી શકયતાઓ દેખાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કચ્છના લાકડિયા ગામે લાખોનો દારૂ ઝડપાયો હતો. જેની શાહી સુકાઈ નથી ત્યાં જ ફરી કચ્છમાં આ દારૂ આવવાની વાતે અનેક અટકળો ઉભી કરી છે.