રાપરમાં હિટાચી મશીન લઇને જતા ટ્રક હડફેટે ચાર વર્ષની બાળકીનું મોત

મળતી વિગતો મુજબ રાપર માર્કેટિંગયાર્ડ નજીક હિટાચી મશીન લઇ જઇ રહેલા ટ્રક નંબર જીજે બાર એ ડબલ્યુ ૧૪૦૭ ના ચાલે કે પોતાનો ટ્રક બેદરકારીથી ચલાવીને ચાર વર્ષની બાળકીને અડફેટે લેતા ગંભીર હાલતમાં બાળકીનું મોત થયું હતું આ ઘટનાને પગલે લોકોમાં આક્રોશ ફેલાયો હતો તાકીદે પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડયો હતો આ ગોઝારી ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે