મોરબીમાં ૧૭ વર્ષથી ધતિંગલીલા કરતાં ઢોંગી ભુવાનો પર્દાફાશ

મોરબીમાં છેલ્લા ૧૭ વર્ષથી ઘરમાં રામાપીરનું સ્થાનક ઉભું કરીને છેતરપીંડી કરતા ઢોંગી ભૂવાનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે.મોરબીના અરવિંદ નટવરભાઈ, ભરત જગદીશ પરમાર અને એક મહિલાએ વિજ્ઞાન જાથા કાર્યાલયે આપવીતીમાં જણાવ્યું હતું કે મોરબીના વજેપર વિસ્તારમાં ભૂવો બાબુ રાજા કણઝારીયા લોકોના દુખ દર્દ, રોગ મટાડવા અને સગાઇ લગ્ન જેવા કાર્યો કરવાનું પોતાના ઘરમાં રામાપીરનું સ્થાનક ઉભું કરી ધતિંગ કરે છે આ ભૂવો રંગીન મિજાજી હોય ત્રણ વાર લોકોએ મેથીપાક ચખાડ્યો છે ભુવા બાબુએ પોતાની સગી ભાણેજ કાજલને વળગેલ પેલો આત્મા પ્રવેશી ગયો હોય તેની વિધિ કરી બાદમાં ગત તા. ૧૧ ના રોજ રાત્રીના કાજલ પર તાંત્રિક વિધિ કરતા ચાર પગે મઢમાંથી બહાર આવી હોય જેથી લોકો ટોળે વળી ગયા હતા.જેને પગલે રાજકોટથી જાથાના જયંત પંડ્યા, વિનુભાઈ ઉપાધ્યાય, રામભાઈ આહીર, સહિતની ટીમ પોલીસ મથકે પહોંચી મહિપાલસિંહ ગંભીરસિંહ, વિજયભાઈ ચાવડા અને સંજયભાઈ રાઠોડ સહિતના પોલીસ કાફલા સાથે વજેપર ભૂવાના સ્થાનકે પહોંચ્યા હતા અને જાથાના જયંત પંડ્યાએ ભુવાને પરિચય આપી જણાવતા ભુવા પરિસ્થિતિ પામી જઈને ભૂલ કાબુલી માફી માંગી પગે પડી ગયો હતો અને ભવિષ્યમાં દોરા ધાગા, જેવા કામો બંધ કરી દેવાનું કબુલ્યું હતું.