અંજાર તાલુકાના ભુવડ ગામ ના રાજેશભાઈ આહિર તથા નાગદાન ભાઈ તથા તેમના પુત્ર નિમેષ આહીર ને કેરા બળદીયા રોડ પર અલ્ટોગાડી લઈને નિમેષ ને સ્કુલે ભણી મુકવા જતા સામેથી પુરપાટ ઝડપે આવતી ટ્રકે અડફેટે લેતા ત્રણેય જણને ગંભીર ઇજાઓ થયેલ હતી તથા અચાનક આ બનાવ બનવા થી તેઓને કોઇ પણ જાતનું ભાન રહ્યુ ન હતું 108ને ફોન કરતા ઘટનાસ્થળે પાઈલોટ હિરેન ચિત્રોડિયા ઇએમટી ભદ્રેશ પટોળીયા તથા ભાવેશ ગીડા ઘટનાસ્થળે પહોંચી જરૂરી સારવાર આપી અને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડયા હતા
મીરઝાપર 108 ની ટીમે પ્રમાણિકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું નાગદાન ભાઈના સંબંધીને અંદાજિત એક લાખ રૂપિયાનો મુદ્દામાલ પરત કરી તેમના પરિજનો ખુબ ખુબ આભારી થયા હતા