ગાંધીધામમાં બે જૂથ વચ્ચે સામી મારામારી

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના નવી સુંદરપુરી તલાવડી વિસ્તારમાં રહેતા મગનભાઈ દુદાભાઈ સોલંકી ઉંમર વર્ષ 45 એ રસ્તા ઉપર ઝઘડો કરવાની ના પાડતા આરોપી પ્રેમજી કેસા માતંગ પ્રકાશ માતંગ અને અરજણ પાતારીયા એ લોખંડનો પાઈપ અને છરી થી હુમલો કરીને માર માર્યો હતો અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તો સામા પક્ષે પ્રેમજી કેસા માતંગ એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ચામુંડા કિરાણા સ્ટોર ના મગન સોલંકી અન્ય બે શખ્સો સાથે મળી છુટા પૈસા આપવા બાબતે ઝઘડો કરીને તમે અહીં કેમ બેસો છો તેમ કહી ધોકાથી માર માર્યો હતો અને ઇજાઓ પહોંચાડી હતી પોલીસે બંને પક્ષોએ નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.