કંડલામાં ડીઆરડીઓની તાપસ બાદ જહાજમાંથી શંકાસ્પદ કાર્ગો ઉતારી લેવાયો

કંડલા બંદર આવેલાં હોંગકોંગના જહાજમાં સંદિગ્ધ સામાન હોવાના પગલે કસ્ટમ જહાજને અટકાવી તપાસ શરૂ કર્યા બાદ અલગ-અલગ એજન્સીઓએ તપાસમાં જોતરાઇ છે દરમિયાન ડીઆરડીઓ ની ટીમ દ્વારા કરાઈ રહેલી તપાસ દરમિયાન શંકાસ્પદ સંદિગ્ધ કાર્ગો ડાઉનલોડ કરીને બંદર ના ગોદામમાં રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.હોંગકોંગનો ફ્લેગ ધરાવતું જહાજ કંડલા બંદર આવ્યા બાદ અહીં ભારત નો સામાન ઉતાર્યા પછી આ જહાજ પાકિસ્તાન જવાનું હતું ભારત નો સામાન ઉતાર્યા પછી કસ્ટમ વિભાગની તપાસ દરમિયાન સંદિગ્ધ શંકાસ્પદ પ્રકારનો કાર્ગો હોવાનું ધ્યાને આવતા જહાજને અટકાયત કરવામાં આવી હતી ત્યાર પછી નિષ્ણાંતોની ટીમ દ્વારા તપાસ કરાઇ હતી જહાજની અટકાયત બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ ની સતત તપાસ ચાલી રહી છે દરમિયાન ડીઆરડીઓ ની એક ટીમ દ્વારા આ શંકાસ્પદ કાર્ગોની ચકાસણી કરવામાં આવી હતી અને કાર્ગો વધુ શંકાસ્પદ લાગતા શંકાસ્પદ કાર્ગો બંદર ઉપર અનલોડ કરવામાં આવ્યો છે અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે જોકે આ અંગે એક પણ એજન્સી બોલવા તૈયાર નથી જેથી ચોક્કસ માહિતી બહાર આવતી નથી હાલ અલગ અલગ એજન્સીઓને સાથે ડીઆરડીઓ ની તપાસ ચાલી રહી છે.