મંદિર,નાસ્તા ની લારીઓ અને રસ્તા પર ઘણીવાર ભીખ માંગતા ભીખારી ખરેખર ગરીબ છે કે નહીં…

મંદિર,નાસ્તા ની લારીઓ અને રસ્તા પર ઘણીવાર ભીખ માંગતા ભીખારી જોવા મળે છે. લોકો તેમની સ્થિતિ પર દયા ખાઈ અને તેમને 1,2 કે 5 રૂપિયા આપી દેતા હોય છે. પરંતુ કોઈ જાણી શકતું નથી કે તે ખરેખર ગરીબ છે કે નહીં… આવી જ કહાની છે ભુજ શહેર માં ભાનુસાલી નગરમાં લેવા પટેલ હોસ્પિટલ ની સામે ની સાઈડ ફૂટ પાર્થ પર રહેતા ભિખારીઓની છે.

અહીંની જ્યારે અમારી કરછ કેર ની ટીમે બહાર બેઠેલા ભિખારીઓને જોવા પહોંચી ત્યારે આ ભીખારીઓ પાસે નાબાલિક 10 થી 12 છોકરા છોકરી ઑ જોવા મળી જે આખા ભુજ માં દિવસ ભર ભીખ માંગી અને તેમનં માતા પિતા કહી શકાય કે નહીં તેમને આપી દેતા હોય છે અને તો રાતે તે પૈસા થી દારૂ પી પોતાના મોજસોખ પૂરા કરતાં જોવા મળ્યા તો ખરે તે બાળકોના માતા પિતાજ હસે કે પછી શું ? જ્યારે આ બાળકોને તેમનું નામ પુછવામાં આવ્યો ત્યારે જાણવા મળેલ કે તેમાથી અમુક બાળકો બોલી પણ નથી સકતા આ ભાનુસાલિ નગરમાં રહેતા ભીખારીઓ ચર્ચાનો વિષય બન્યા છે.તંત્ર આ બાબતે ધ્યાન દોરે તે જરૂરી બન્યું.. આ મુદ્દે જો યોગ્ય તપાસ થાય તો અનેક રહશયો બાર આવે તેવી સંભાવ ના છે.