ગાંધીધામમાં ઘરનો દરવાજો ખોલી તસ્કરો ૬૦ હજારની ચોરી કરી ગયા

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે ગોપાલપુરી રેલવે કોલોની પાછળ મકાન નંબર 455/બી મા રહેતા હરિકેશ પારસભાઈ યાદવ ઉંમર 38 દૂધની ફેરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે રેલવે કોલોનીમાં દૂધ આપે છે ત્યાંથી લગભગ વેપારના 25000 રૂપિયા આવ્યા હતા તે અને અન્ય જગ્યાએથી 25000 મેળવી વીમા ભરવા માટે કુલ ૫૦ હજાર રૂપિયા એકઠા કર્યા હતા તે પેન્ટના ખિસ્સામાં રાખતા હતા રાત્રિ દરમિયાન તસ્કરોએ ઘરને નિશાન બનાવી મુખ્ય દરવાજો ખોલીને ઘરના રૂમમાંથી રોકડા રૂપિયા પચાસ હજાર બે મોબાઈલ સહિત કુલ રૂપિયા ૬૦ હજારની ચોરી કરીને લઈ ગયા હતા  હરિકેશ યાદવ વહેલી સવારે ગયો દોહવા ઉઠતા આ ચોરીનો બનાવ ધ્યાને આવ્યો હતો તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે