કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકારની અન્યાયકારી નીતિઓ સામે પ્રશ્નો ઉભા કરી ભાજપસરકારની ટીકા કરી હતી ભાજપ વર્ગ વિગ્રહ ફેલાવવાનું કામ કરે છે જેથી અગાઉ ભાજપને ઝારખંડ ગુમાવવાનો વારો આવ્યો તેમજ દિલ્હીમાં પણ આખી ભાજપ ની ફોજ ચૂંટણી હાર થઈ હતી આ સરકારમાં પેટ્રોલ,ડીઝલ,ગેસ,મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અપૂરતા ભાવોથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે જેના હિસાબે કેટલાય ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ચાલુ સાલે કચ્છમાં વરસાદ ઘણો જ પડયો હોવા છતાં ખેડૂતોને પાકવીમાનું પુરુ વળતર મળ્યું નથી જેથી સરકારે ખેડૂતોને પૂરતું વળતર આપવું જોઈએ ઉપરાંત કચ્છના વિવિધ પ્રશ્નો સંવાદમાં ઉઠ્યા હતા અંજારમાં વીર બાળભૂમિ સ્મારકના મંદ ગતિએ ચાલતા કામ અંગે વિરોધ થયો હતો દરમિયાન સંવાદમાં સ્થાનિક મંત્રી અને પુત્ર સરકારી જમીનોની ખોટી શીટ બેસાડી હડપ કરવાની પ્રવૃતિઓ કરતા હોવાનો આક્ષેપ થયો હતો