એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે ભારત નગરમાં રહેતા મોહિનીબેન વીસનદાસ પમવાણી અને સોનિયાબેન જય કિશન મોપેડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે અપનાનગર અંબાજી મંદિરથી ચાર રસ્તા વચ્ચે એકટીવા ઉપર આવેલા બે શખ્સોએ પીછો કરીને સાહેદ સોનિયાબેન ના ગળામાંથી રૂપિયા પાંચ હજારની કિંમતના સોનાના ચેનની ચીલઝડપ કરીને બન્ને શખ્સો નાસી ગયા હતા એક્ટીવા પર આવેલા બંને અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.