ભુજ પોલીસે નકલી નોટના સૂત્રધાર કિશોર પટેલને ઝડપ્યો : લાકડાના વેપારી કિશોરે અઝીમખાન પાસેથી ૭૦ હજારની નકલી નોટો મેળવી’તી

ભુજ બી ડિવિઝન પોલીસે ગત ૯ ફેબ્રુ.ના ત્રણ જૈન વ્યાપારીઓને ૬૭૦૦ રૂપિયાની નકલી નોટ સાથે ઝડપી પાડયા બાદ આ પ્રકરણનું પગેરું બેંગ્લોર સુધી લંબાયું હતું. ભુજ પોલીસે બેંગ્લોરની કડી શોધીને કિશોર વાલજી પટેલ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપી કિશોર વાલજી પટેલની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કચ્છના નકલી નોટ પ્રકરણમાં ઝડપાયેલો કિશોર વાલજી પટેલ મૂળ કચ્છના નખત્રાણાના ટોડીયા ગામનો છે અને બેંગ્લોરમાં લાકડાનો બેનસો ધરાવે છે. પોલીસે ઝડપેલ ભુજના વ્યાપારી અતુલ પ્રાણલાલ વોરાએ પુનામાં કિશોર પટેલનો અકીલા સંપર્ક કર્યો હતો. ત્યાંથી બન્ને જણા કિશોરને ઘેર બેંગ્લોર ગયા હતા. કિશોર પટેલને તેની સાથે વ્યાપારી સબંધ ધરાવતા લાકડાના અન્ય વેપારી અઝીમખાને ૧૦% કમિશનમાં નકલી નોટ આપવાની વાત કરી હતી. ૧૦૦ રૂપિયાના દરની આ ૭૦,૦૦૦ની નકલી નોટ કિશોર અને અતુલને અઝીમખાનનો બુકાનીધારી માણસ બાઇક ઉપર આપી ગયો હતોઙ આ નકલી નોટ લઈને ભુજ આવેલા અતુલ પ્રાણલાલ વોરાએ નકલી નોટો વટાવવા માટે ભુજના અન્ય બે વ્યાપારીઓ સ્નેહલ પ્રફુલચંદ્ર ઝવેરીને તેમ જ ભાવેશ મૂળશંકર ઝાલાને આપી હતી. પોલીસે ભુજના ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવીને જેલમાં ધકેલી દીધા બાદ બેંગ્લોરથી કિશોર વાલજી પટેલને ઝડપી તેને ભુજ કોર્ટમાં રજૂ કરતા તેના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. તે અંતર્ગત કિશોરની પૂછપરછ ચાલુ કરાઈ છે