કંડલા બંદર છેલ્લા બે સપ્તાહ પહેલા ચીનના જહાજને સંદિગ્ધ સામાનને કારણે અટકાવવામાં આવ્યુ હતું જેને રિલીઝ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ જહાજમાં રહેલા સંદિગ્ધ સામાનને નીચે ઉતારી લીધા બાદ કસ્ટમ વિભાગ દ્વારા ક્લિયરન્સ આપવામાં આવે તેની રાહ જોવાઇ રહી છે બાદમાં જહાજને કરાચી તરફ રવાના કરવામાં આવશે.કસ્ટમ વિભાગ દ્વારા ડોક્યુમેન્ટની તપાસ બાદ જહાજ રિલીઝ કરાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે સંદિગ્ધ સામાનને નીચે ઉતર લીધા બાદ કસ્ટમ સહિતની એજન્સીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે કસ્ટમ વિભાગની મંજૂરી બાદ કંડલા બંદરેથી જહાજ કરાચી અન્ય સામાન ને લઈને જશે.ચીનથી કંડલા બંદરે આવેલા આ જહાજમાં સંદિગ્ધ સામાનની આશંકા બાદ દેશની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ડીઆરડીઓ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં સંદિગ્ધ સામાન હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલતા જહાજમાં રહેલા કાર્ગોને કંડલા બંદરે ઉતારી લેવામાં આવ્યો હતો આ સામાનને વધુ તપાસ માટે કંડલા બંદરે કસ્ટમ બોન્ડેડ ગોડાઉનમાં તેને સીઝ કરી લેવામાં આવ્યો છે જ્યારે જહાજને જેટી પરથી ખસેડી એન્કરિંગ કરવામાં આવ્યું છે અને જાહજના તમામ ડોક્યુમેન્ટની પણ કસ્ટમ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ડોક્યુમેન્ટની તપાસ બાદ કસ્ટમ ક્લિયરન્સ આપશે ત્યારબાદ જ આ જાહજને મુક્ત કરવામાં આવશે આ જહાજમાં કરાચી પોર્ટ માટે અન્ય સામગ્રી પણ હોવાના કારણે કરાચી બંદર જશે હાલમાં જહાજ કંડલા પોર્ટના એન્કરીંગ કરી રાખવામાં આવ્યું છે આગામી ટૂંક સમયમાં જ જહાજને રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.