વર્ષ ર૦૧૮ મા બનેલ રૂ.૧૬,૦૦,૦૦૦/- ની લુંટનો ગનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પીશ્રી સુભાષ ત્રિવેદી સાહેબ. ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા અને અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની.ટીમ આ બાબતે પ્રયત્નશીલ હતી. દરમ્યાન આજરોજ એલ.સી.બી.ની ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન વર્ષ ર૦૧૮ મા ઓસ્લો સર્કલ પાસે આવેલ અંબીકા ઓટો મોબાઇલ ના કર્મચારીઓની આંખમા મરચાની ભુક્કી નાખી તેઓ પાસેથી રોકડા રૂ.૧૬.૦૦,૦૦૦/- ની લુંટ જુમાપીર ફાટક પાસે કરેલ તે લુંટના ગુનામા સંડોવાયેલ ઇસમો બાબતે ચોક્કસ બાતમી હકિકત મળતા નીચે જણાવેલ ઇસમોને પકડી પાડી એલ.સી.બી. કચેરી ખાતે લાવી પુછપરછ કરતા તેઓએ આ લુંટને પોતે તથા તેઓના મિત્રો સાથે મળી પુર્વયોજીત પ્લાન મુજબ અંજામ આપેલ હોવાની કબુલાત આપેલ. જેથી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અંજાર પો.સ્ટે.ને આગળની કાર્યવાહી અર્થે સોંપેલ છે. શોધાયેલ ગુનો અંજાર પોસ્ટે ફર્સ્ટ ગુ.ર.ન.૨૮૯/ર૦૧૮ ઇ.પી.કો કલમ-૩૯૪.૩૯૭.૩૨૪,૧૨૦બી તથા જી.પી.એક્ટ-૧૩૫ પકડાયેલ આરોપીઓ (૧) હર્ષ દશરથભાઇ ઠક્કર ઉ.વ.૧૯ રહે.જલારામ સોસાયટી. સુભાષનગર, મ.નં.૪૬/એ, ગાંધીધામ (ર) દિપક રમેશભાઇ ઠક્કર ઉ.વ.ર૭ રહે. મ.નં.૨૩૨ર, ૯/બી. પ્રજાપતિ સોસાયટી. ભારતનગર, ગાંધીધામ .(૩) ચંદ્રેશ ઉફે કાંચો વિનોદભાઇ ભાટીયા ઉ.વ.૨૪ રહે.મેઘપર બોરીચી. મ.નં.૧૭૪. તા-અંજાર(૪) કરણ વિનોદભાઇ ભાટીયા ઉ.વ.ર૬ રહે.મેઘપર બોરીચી. મ.નં.૧૭૪, સાઇનાથ સોસાયટી. તા-અંજાર કબજે કરેલ મુદામાલ ૭ આ ગુના કામે વપારાયેલ મોટર સાઇકલ બજાજ પલ્સર નંબર જીજે-૧૨-સીબી-૩૨૪૯ કિ.રૂ૫૦,૦૦૦/ પકડવાના બાકી આરોપીઓ (૧) હરેશ અશોકભાઇ મકવાણા રહે- રવેચીનગર મેઘપર બોરીચી અંજાર (ર) મહેન્દ્ર ઉર્ફે મેંદુભચુભાઇ ગોહીલ રહે-કાર્ગો ઝુપડા ગાંધીધામ (૩) વિનોદ ઉર્ફે વિર વાઘેલા રહે-કિડાણા તા-ગાંધીધામ (૪) સાગર નાઇ રહે-અંજાર