ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી કુવાડવા રોડ પોલીસ

મહે. પોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પો.કમીશ્નર શ્રી ખુર્શીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર. ઝોન-૧ શ્રી રવિ મોહન સૈની સાહેબ તથા ઉત્તર વિભાગ એ.સી.પી. શ્રી એસ.આર.ટંડેલ સાહેબની સુચનાં મુજબ અમો તથા પો.સબ.ઇન્સ બી.પી.મેઘલાતર તથા પો.હેડ.કોન્સ જગમાલભાઇ ખટાણા તથા પો.કોન્સ. મનીષભાઇ ચાવડા તથા પો.કોન્સ દિલીપભાઇ બોરીચા તથા તથા નિલેશભાઇ મનસુખભાઇ વાવેચા તથા જયંતીભાઇ લાલજીભાઇ વાવડીયા તથા રઘુવિર અજીતદાન ઇશરાણી તથા શૈલેષગીરી ગૌસ્વામી એમ અમો બધા તા.૧૮/૦૨/૨૦૨૦ ના રોજ કુવાડવા રોડ પો.સ્ટે.માં પ્રોહી ડ્રાઇવ અનુસંધાને પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કોન્સ દીલીપભાઇ બોરીચા તથા મનિષભાઇ ચાવડા તથા રધુવિર ઇશરાણી નાંઓને ખાનગી રાહે મળેલ બાતમી આધારે એક બોલેરો પીક અપ કાર નંબર આર.જે. ર૭ જી.સી. ૮૭૫૦ વાળીમા લોખંડના ટીપણામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ચોટીલા તરફથી રાજકોટ તરફ આવે છે. તેવી ચોકકસ હકિકત આધારે બેટી રામપરા ગામ નદીના પુલ પાસે તા.જી. રાજકોટ ખાતેથી ભારતીય બનાવટનો પાર્ટી સ્પેશીયલ ડીલક્ષ વ્હીચયકી લખેલ ૭૫૦ મીલીની કંપની શીલપેક બોટલ નંગ ૩૧૨ ની કિ.રૂ. ૧,ર૪,૮૦૦/- તથા ભારતીય બનાવટનો મેકડોલ્સ નંબર ૧ રિઝર્વ વ્હીચકી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ મીલીની કંપની શીલપેક બોટલ નંગ ૨૨૮ ની કિ.રૂ. ૧,૧૪,૦૦૦/- તથા મો.ફોન નંગ ૨ કિ.રૂ. ૫૫૦૦/- તથા બોલેરો પીક અપ ગાડી નં, આર.જે. ર૭ જી.સી. ૮૭૫૦ ની કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- ગણી તથા લોખંડના ટીપણા નંગ ૭ કિ.રૂ. ૭૦૦૦/- ગણી કૂલ મુદામાલ કિ.રૂ. ૭.૫૧,૩૦૦/-સાથે રેઇડ દરમ્યાન મળી આવતા સાથેના પો.કોન્સ મનિષભાઇ પોલભાઇ ચાવડાએ તેની સામે ધોરણસર થવા શ્રી સ.ત. ફરીયાદ રીપોર્ટ આપી કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરેલ છે. આરોપી -(૧) કીશનલાલ ઉર્ફે સોનુ પ્યારચંદ મેઘવાળ ઉ.વ. ર૧ રહે. પલાણાકલા ગામ તા. માવલી જી. ઉદેપુર(ર) સોનુ હીરાલાલ મેઘવાળ ઉ.વ. ૨૩ રહે. સુંદરવાસ પ્રતાપ નગર ઉદેપુર (રાજસ્થાન) તથા તપાસમાં ખુલે તે કબ્જે કરેલ મુદામાલ: (૧) ભારતીય બનાવટનો પાર્ટી સ્પેશીયલ ડીલક્ષ વ્હીચકી લખેલ ૭૫૦ મીલીની કંપની શીલપેક બોટલ નંગ ૩૧ર ની કિ.રૂ. ૧,૨૪,૮૦૦/- (૨) ભારતીય બનાવટનો મેકડોલ્સ નંબર ૧ રિઝર્વ વ્હીચકી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ મીલીની કંપની *& શીલપેક બોટલ નંગ ૨૨૮ ની કિ.રૂ. ૧,૧૪,૦૦૦/- (૩) બોલેરો પીક અપ ગાડી નં. આર.જે. ર૭ જી.સી. ૮૭૫૦ ની કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- (૪) મો.ફોન નંગ ર કિ.રૂ. ૫૫૦૦/- (૫) લોખંડના ટીપણા નંગ ૭ કિ.રૂ. ૭૦૦૦/- આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીખો પોલીસ.ઇન્સ. એમ.સી.વાળા તથા પો.સબ.ઇન્સ બી.પી.મેઘલાતર તથા પો.હેડ.કોન્સ જગમાલભાઇ ખટાણા તથા પો.કોન્સ. મનીષભાઇ ચાવડા તથા પો.કોન્સ દિલીપભાઇ બોરીચા તથા તથા નિલેશભાઇ મનસુખભાઇ વાવેચા તથા જયંતીભાઇ લાલજીભાઇ વાવડીયા તથા રઘુવિર અજીતદાન ઇશરાણી તથા શૈલેષગીરી ગૌસ્વામી કુવાડવા રોડ પો.સ્ટે.રાજકોટ શહેર.