રાપર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મૂળ જાટાવાડા ના અને હાલ મુંબઈ દાદરમાં રહેતાં લક્ષ્મણભાઈ રામાભાઇ ચૌધરી ઉંમર વર્ષ 39 ની સેલારી સીમા જમીન છે અને તેમણે તે જમીન રાધા ભાઈ માનાભાઈ ચૌધરીને વાવવા આપી છે લખમણ ભાઈ ચૌધરી મુંબઈથી આવ્યા હતા અને તેના ભાઈ ધરમશીભાઈ રામાભાઇ ચૌધરી અને રાધા ભાઈ ચૌધરી સાથે પોતાને ખેતરે જતા આરોપી પાંચા વિભા કોલી, ગંગાબેન પાંચા કોલી, મનસુખ મોહન કોલી અને ગોવિંદ જગા કોલી એ આ ખેતર અમારું છે અહીં બીજી વખત આવતા નહીં તેમ કહીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે લખમણભાઇ ચૌધરી નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે