કચ્છના અબડાસા તાલુકાના કોઠારા સબ સ્ટેશન નીચે આવતા મોડકુબા ગામમાં વીજ પુરવઠામાં કાપને મુદ્દે સરપંચે નાયબ ઇજનેરને ઓફિસમાં જ લમધાર્યા હતા. આ અંગે નાયબ ઈજનેર વી.બી. ધુવા (આહીર) દ્વારા કોઠારા પોલીસમાં મોડકુબા ગામના સરપંચ દિલીપસિંહ રણમલજી જાડેજા ઉપર ફરજ પર રુકાવટ કરી તેમને ઢીકા, પાટુનો માર મારી, ગાળો આપીને અકિલા જાતિ અપમાનિત કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. જોકે, છેલ્લા એક મહિનાથી કચ્છના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ ની ફરિયાદો વધી છે. એક એક બે બે દિવસ સુધી લાઈટ આવતી નથી