આધોઇ પી.એચ.સી.માં પિયર એજ્યુકેટર ને ટીશર્ટ ટોપી નું વિતરણ કરી આરોગ્ય માર્ગદર્શન અપાયું

આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફીસર ડો. એ.કે સિંગ તેમજ આધોઈ ના મેડિકલ ઓફિસર ડો.મહેન્દ્ર સિંહ ચૌહાણ તેમજ આયુષ ડો. રોશન બલાતના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી આધોઈ ના તમામ  પિયર એજ્યુકેટર ને ટોપી તેમજ ટી-શર્ટ નું વિતરણ કરવા માં આવ્યું હતું અને ગ્રામ.પંચાયતના સભ્ય ખુમાણભાઈ હાજર રહેલ જે કાર્યક્રમ ની શરૂઆત સુંદર પ્રાર્થના થી કરવા મા આવી હતી. જેમાં મેડિકલ ઓફિસર ડો.મહેન્દ્ર સિંહ ચૌહાણ  એ તેમને એડોલેશન્ટ હેલ્થ વિશે સમજાવ્યું હતું. જેમાં સમતોલ આહાર , મેન્ટલ હેલ્થ વિશે સમજાવ્યું હતું. તેમજ એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કિરણ પાતર તેમજ દિશા સુથાર  એ પિયર એજ્યુકેટર ના રોલ અને જવાબદારી વિશે સમજાવ્યું હતું અને  જીવન કૌશલ્યો વિશે સમજાવ્યું હતું. તેમજ હજુ કેવી રીતે વધારે સારું કામ કરી શકાય તે વિશે ચર્ચા કરી હતી તેમજ તેમને મુઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી. તેમજ માસિક ચક્ર, આ ઉમર મા થતા શારીરિક, માનસિક ફેરફારો વિશે સમજાવ્યું હતું. પિયર એજ્યુકેટર દ્વારા નાટક કરવા માં આવ્યું હતું. તેમજ ગેમ રમાડવા માં આવી હતી.જેમાં પિયર એજ્યુકેટર એ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. જેમાં સુપરવાઈઝર કિર્તીભાઈ વરચંદ,રતનબેન સોલંકી, સામજી માતા  દ્વારા આઈ.એફ.એ ગોળી વિશે સમજાવ્યું હતું.  અને અંત માં નાસ્તો આપવા માં આવ્યો હતો. જેમાં તમામ પિયર એજ્યુકેટર તેમજ આશા બહેનો એ હાજરી આપી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા પી.એચ.સી ના તમામ સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી.