પૂર્વ કચ્છ એસઓજી પોલીસે ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં આવેલ સોનલનગર પાસેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચેતન પ્રવીણ ઠકકર નામના ૨૨ વર્ષીય યુવાનના મકાનમાંથી ૧ કિલો ૨૬૦ ગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂ. ૭૫૬૬ ચાર મોબાઈલ ફોન અને વજનકાંટો જપ્ત કરીને તેની ધરપકડ કરી છે. પોલીસે આ શખ્સની વધુ પૂછપરછ હાથ ધરી છે. આથી અકિલા અગાઉ ભુજ, માંડવી, રાપર, ભચાઉ અને મુન્દ્રા અંજાર હાઇવે ઉપર પણ ગાંજો તેમ જ અન્ય નશીલા દ્રવ્યોનું થતું વેચાણ પોલીસ ઝડપી ચુકી છે. જોકે, કચ્છમાં છેલ્લા ઘણા સમયથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાના અકીલા વેચાણનું દૂષણ વધ્યું છે. દારૂની જેમ જ હવે ગાંજો પણ વેંચાઈ રહ્યો છે. ત્યારે સરકાર અને પોલીસ કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.