ભુજ શહેરમાં કલેકટરના નિવાસ સ્થાન પાસે આવેલા સાડા પાંચસો વર્ષ જૂના એક જ શિખર નીચે બે સ્વયંભૂ પ્રગટ થયેલા શિવાલયો ધરાવતાં દ્વીધામેશ્વર મહાદેવ મંદિરે જીર્ણોદ્ધાર સાથે અન્ય મૂર્તિઓનું પૂન્હ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે યોજાયો.

ભુજ શહેરમાં કલેકટરના નિવાસ સ્થાન પાસે આવેલા સાડા પાંચસો વર્ષ જૂના એક જ શિખર નીચે બે સ્વયંભૂ પ્રગટ થયેલા શિવાલયો ધરાવતાં દ્વીધામેશ્વર મહાદેવ મંદિરે જીર્ણોદ્ધાર સાથે અન્ય મૂર્તિઓનું પૂન્હ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ મંદિર રજવાડાંઓના સમયમાં કચ્છના રાજા રા બાવા ના કુંવર ખેંગારજીના સમયમાં તેમનાં ખજાનચી લક્ષ્મીદાસ કામદાર ના વખતમાં બનાવેલ છે આ સ્થળે આ રાજાની ગાયો ચરવા આવતી અને તેમના આચંણમાંથી દૂધની શેળ થતી જ્યારે ગોવાળે આ બાબતે ખણખોદ આદરી ત્યારે સત્ય બહાર આવ્યું અને લક્ષ્મીદાસ કામદારે ત્યાં ખોદાઈ કરાવતાં એક સ્વયંભૂ શિવાલય નીકળ્યું ત્યારે એજ રાત્રે તેમને ઘેરી નિંદ્રામાં અવાજ સાંભળ્યો ત્રણ ફૂટના અંતરે હજુ આવું જ બીજું સ્વયંભૂ શિવાલય છે એટલે બીજા દિવસે ત્યાં ખોદકામ શરૂ કર્યું તો બીજું શિવાલય નીકળ્યું અને એક નાનકડું મંદિર બનાવ્યું ત્યારબાદ સમયાતંરે ફરી આ મંદિરનું નવનિર્માણ હાથ ધરવામાં આવ્યું અને આજે આ પાંચમી વખત નવનિર્માણ હાથ ધરવામાં આવેલ છે. તેમાં દિવાલોની સાથે ફલોરની નવી ટાઈલ્સો સાથે પૂન: પ્રાણ પ્રતિષ્ઠા ગંગાજી અને બે પાર્વતી માતાજીની મૂર્તિઓ સહિત નાનકડાં શિખરો સહિતનું મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર પહોળો કરવામાં આવેલ છે અને ઉંબરો તથા નીજ મંદિરની બહારની દીવાલોમાં પણ નવી ટાઈલ્સો તથા ચારે દિશાઓમાં મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર અને નવી આ મૂર્તિઓની કાલ ભૈરવ, બટુક ભૈરવ, કાર્તિક સ્વામી, સાથે વરૂણ ભગવાન, કુબેર ભગવાન, યમરાજા અને શિખર ઉપર ચાર ઋષિમુનિઓની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી છે સાથે સાથે ઈલેક્ટ્રીક વાયરીંગનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવામાં આવ્યું છે તથા આવનારા સમયમાં બે કાચબાઓ અને નંદીઓની નવી મૂર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું પણ આયોજન ચાલી રહ્યું છે અને જૂની આ મૂર્તિઓનું વિસર્જન કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દસ યુગલો લાભાર્થી બન્યાં હતાં 

વધુમાં એ ખાસ જણાવવાનું કે પ્લાસ્ટિક નો આ મંદિરના મહિલા સત્સંગ મંડળ દ્વારા પ્રથમ વખત જ પિતૃ મોક્ષાર્થે સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આગામી ચૈત્ર માસમાં તા. ૦૨/૦૪ /૨૦૨૦ થી ૦૮ /૦૪ /૨૦૨૦ સુધી રાખવામાં આવેલ છે મંદિરના પ્રાંગણમાં ભુજના પ્રતિષ્ઠિત પરાગ મહારાજના વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે અને આ બાબતે કોઈપણ વ્યક્તિને આ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પોથી રાખવા ઈચ્છાતા હોય તેમણે મહિલા મંડળના પ્રમુખ પ્રેમીલાબેન ઠક્કરના આ  ૯૪૨૬૪૧૮૫૬૬ નંબર પર સંપર્ક કરી નોંધાવી શકશે.