કચ્છની ચાર પવનચક્કી કંપનીને 1.57 કરોડનો ખનીજ ખનન માટે દંડ

છેલ્લા ઘણા સમયથી કચ્છમાં ખનીજ સંપત્તિની થયેલી ચોરી અંગે વહીવટીતંત્ર દ્વારા સજાગ બની કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ વિભાગ દ્વારા પણ ખનીજ સંપત્તિ ચોરીને ડામવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે ચાર કંપની વિરુદ્ધ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને 1.57 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છેઆ અંગેની મળતી વિગતો મુજબ ભુસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા અદાણી ગ્રીન એનર્જી લિમિટેડને 79.36 લાખ, આયોનેક્ષ વિન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસિસ લિમિટેડને 70.79 લાખ,આલ્ફનાર એનર્જી પ્રાઇવેટ લિમિટેડને 4.80 અને સિમેન્સ ગામેસા કંપનીને 1.70 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે.આ ચાર પવનચક્કી કંપની દ્વારા કરવામાં આવેલ ખનીજ ખનન બાદ રોયલ્ટી ભરવામાં આવી ન હોવાને આધારે ભુજ સ્થિત ભૂસ્તરશાસ્ત્રી કચેરી દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે ભસ્તર અને ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 1.57 કરોડનો દંડ આ ચાર કંપનીઓને ફટકારવામાં આવતા ખનીજ ચોરી કરી રહેલી કંપનીઓ અને ખનીજ માફિયાઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે.જોકે ઘણા સમયથી ખુલ્લેઆમ થયેલી ખનીજ ચોરીને ડામવા માટે પૂર્વ અને પશ્ચિમ પોલીસ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોટી ચાર કંપનીઓ દ્વારા પવનચક્કી માટે કરવામાં આવેલું ખનીજ ખનન અંગે રોયલ્ટી ભરવામાં ન આવતા ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરીનો કિસ્સો બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.કચ્છમાં પવનચક્કીની કંપની દ્વારા પર્યાવરણની સાથે વન્ય જીવોને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાની અનેક ફરિયાદો થવા પામી રહી છે ત્યારે સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે આ સમયે જ ભુજ ના ભૂસ્તરશાસ્ત્રી વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી અને ખનીજ માફિયાઓ માં પણ ફફડાટની લાગણી વ્યાપી છે.