ભુજ માધાપરમાં સહિત પશ્ચિમ કચ્છના ગામોમાં જાણે તસ્કરોની સીઝન ખુલ્લી હોય તેમ ધડાધડ ચોરીના બનાવોને અંજામ આપી રહયા છે. જેમાં પોલીસ કર્મચારીઓને પણ તસ્કરો નથી મુક્તા. ત્યારે ભુજના લેવા પટેલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ ફરજ બજાવતા એક તબીબના વતને ગયાને તેમના ક્વાર્ટરમાં ગુરૂવારે રાત્રે તસ્કરોએ હાથ મારીને રોકડ રૂપિયા 4 લાખની ચોરી કરી જતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી છે.મુળ રાપરના હાલ છેલ્લા ત્રણેક વર્ષથી ઇમરજન્સી વિભાગમાં લેવા પટેલ ખાતે ફરજ બજાવતા ડોકટર પ્રતિકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ ગુરૂવારની રાત્રીથી બુધવાર સવાર દરમિયાન કોઇ પણ સમયે બન્યો છે. ફરિયાદી તેમના વતન રાપર ખાતે ગયા હતા પાછળ તેમના લેવા પટેલના ડોકટર્સ ક્વાર્ટરમાં આવેલા મકાનમાં કોઇ અજાણ્યા શખ્સએ ઘરનો મુખ્ય દરવાજાનું તાળું તોડીને અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં રાખેલા કબાટનું લોક તોડી તિજોરીનું લોક તોડીને રોકડ રૂપિયા 4 લાખની ચોરી કરી ગયા હતા. એ ડિવિઝન પોલીસને ચોરી થયા અંગેની જાણ થતાં એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.બારોટ તેમનો સ્ટાફ તથા ડોગ સ્કવોડની ટીમ શુક્રવારે સાંજે સ્થળ પર જઇને છાનબીન હાથ ધરી હતી. એ-ડિવિઝન પોલીસે તબીબની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઘટના સ્થળે ડોગ સ્કવોડની ટીમ સહિતનો સ્ટાફ ધસી ગયો હતો. તબીબના ઘરમાં તસ્કરનું પગેરૂ શોધવા ડોગ ચકર માર્યા હતા અને તસ્કરો કઇ તરફથી આવ્યા હોવા સહિતની છાનબીન હાથ ધરાઇ હતી.તબીબ ક્વાર્ટરના કંપાઉન્ડને ફરતી લાંબી દિવાસ છે અને તેની માથે ફેન્સીંગ કરેલી છે ત્યારે ચોરી કરવા આવેલો તસ્કર મુખ્ય ગેઇટમાંથી પ્રવેશ્યો હોવાનું તારણ અહીં રહેતા લોકોમાંથી બહાર આવ્યું છે.