3.3ની તીવ્રતાના ભૂકંપથી લખપતની ધરતી ધણધણી

કચ્છમાં મોટાભાગે વાગડમાં ભુકંપના આંચકા નોંધાતા હોય છે. પરંતુ છેલ્લા બે દિવસથી જિલ્લાના વિવિધ વિસ્તારમાં કંપન અનુભવાયા છે. રાપર અને ભચાઉથી બહાર નીકળીને ભુકંપના આંચકાએ લખપત,ખાવડાની ધરતીને ધણધણાવી હતી.છેલ્લા બે દિવસમાં લખપત,ધોળાવીરા અને ખાવડા સહિતના જિલ્લાના અલગ અલગ છેડે આવેલા વિસ્તારમાં ભુકંપના આંચકા આવ્યા હતા. આઈએસઆર ગાંધીનગરના જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે લખપત ખાતે રાત્રે ૧૧.૫૫ કલાકે ૩.૩નો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિદું લખપતથી ૭૧ કિ.મી ઉત્તરઉત્તરપુર્વમાં રહ્યું હતું. જ્યારે બીજીતરફ ધોળાવીરામાં પણ ૧.૨નો તથા ખાવડામાં ૨.૨નો આંચકો આવ્યો હતો. જ્યારે આજે ભચાઉ પાસે ૧.૫નું કંપન નોંધાયું હતું.