સમર્પણ ધ્યાનયોગના દાંડી આશ્રમ ખાતે ચૌદમા ગહનધ્યાન અનુષ્ઠાનનો પૂર્ણાહુતિ સમારોહ યોજાયો

દેશવિદેશના 30000થી વધુ સાધકોની ઉપસ્થિતિ રહી , કચ્છ થી પણ હજારો સાધકોએ ભાગ લીધો મહાશિવરાત્રીનો ઉત્સવ આત્માઓનો ઉત્સવ છે, જીવથી શિવ સુધીની યાત્રા છે.આ પાવન પર્વ ભાગદોડ ભર્યા જીવનમાંથી થોડું થોભીને ચિંતન કરવાનો, મનન કરવાનો સંદેશ આપે છે. આવા પવિત્ર અવસરે નવસારીના ઐતિહાસિક સ્થળ દાંડીના દરિયાકિનારે સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પરમ સાંનિધ્યમાં ચૌદમા ગહન ધ્યાન અનુષ્ઠાનનો પૂર્ણાહુતિ સમારોહ ભવ્યતાથી ઉજવાઇ ગયો.મહાશિવરાત્રીના પવિત્ર દિવસે 45 દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન પૂર્ણાહુતિ પ્રસંગે દેશવિદેશના 30000થી વધુ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.આ 45 દિવસીય ગહનધ્યાન અનુષ્ઠાન દરમિયાન  વિદેશના 100 જેટલા સાધકોએ પણ  આશ્રમમાં અનુષ્ઠાન દરમિયાન લાભ લીધો હતો. અનુષ્ઠાન દરમિયાન પ્રદર્શની અને ગૌશાળાની પ્રોડક્ટના વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું.મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ સાધકોનો પ્રવાહ દાંડી તરફ આવવાનો શરૂ થયો હતો. સામૂહિક ધ્યાન બાદ નેપાળના ટુરિઝમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, ભાવનગરના સંસદ સભ્ય ડો.ભારતીબેન શિયાળ,નવસારીના,ઓલ ઇન્ડિયા એગ્રીકલચર યુનિવર્સીટીના ચેરમેન ચૌધરી સાહેબ, સમર્પણ ધ્યાનયોગના બંને ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશ બોરકરજી ,સંદીપ શર્માજી, સમર્પણ આશ્રમ, દાંડીના અધ્યક્ષ મહેશભાઈ પટેલ વગેરે  દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટય બાદ પૂજ્ય ગુરુમાનું આગમન થયું હતું. સવારના ચૈતન્ય સભર વાતાવરણમાં સહુ  પ્રથમ પૂજ્ય ગુરુમાનાં કરકમલો વડે અનુષ્ઠાન દરમિયાન પૂજ્ય સ્વામીજીના સંદેશાઓની પુસ્તિકા ‘નવયુગ તરફ’નું વિમોચન કરવામાં આવ્યું હતું.અંગ્રેજી,હિન્દી,ગુજરાતી,મરાઠી અને તામિલ ભાષામાં આ પુસ્તિકા મળી શકશે.અને ત્યારબાદ પૂજ્ય શ્રી શિવવકૃપાનંદ સ્વામીજીનું આગમન થયું હતું અને સાધકોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. 45 દિવસ એકાંત અને મૌન ધ્યાન બાદ પૂજ્ય સ્વામીજીનાં દર્શનને સાધકોએ શંખનાદથી વધાવી લીધું હતું.પૂજ્ય સ્વામીજીએ પોતાના પ્રવચનમાં ગુરુમંત્ર વિશે સમજૂતી આપતાં જણાવ્યું હતું – “ગુરુ મંત્રના એક એક અક્ષર અને એક એક શબ્દની અસર થાય છે તેનો મેં મારા જીવનમાં અનુભવ કર્યો છે.’ગુરુર બ્રહ્મા’ એ કોઈ વ્યક્તિ વિશેષનું નામ નથી બ્રહ્મા એ સર્જનાત્મક શક્તિનું નામ છે. મનુષ્યે વારંવાર જન્મ લીધો આત્મસાક્ષાત્કાર મેળવ્યા બાદ મોક્ષ ત્યાં સુધી નથી મળતો જ્યાં સુધી તેને દિવ્ય શરીર મળ્યું ન હોય. હિમાલયના ગુરુઓએ અનેક વર્ષો સાધના કરી,તેમનો ઉદેશ્ય એ હતો કે આત્મસાક્ષાત્કાર સામાન્ય લોકો સુધી પહોંચે.વધુમાં તેમણે જણાવ્યું કે સમાજમાં રહીને પણ આધ્યાત્મિક પ્રગતિ કરી શકાય છે. સ્ત્રી કે પુરુષ એ શરીરનો ભેદ છે ભીતરની યાત્રા સમાન છે. આત્માને જન્મ આપનાર ગુરુ ‘મા’છે. પ્રત્યેક ક્ષણ અહેસાસ કરો કે ગુરુ મારી સાથે છે.’ગુરુર સાક્ષાત પરબ્રહ્મ’ એટલે કે સાક્ષાત પરમાત્મા સ્વરૂપ કોઈ હોય તો તે ગુરુ છે.અંતર્મુખી બન્યા પછી પરમાત્મા મારી ભીતર છે એ અહેસાસ થશે.ફક્ત આત્મસાક્ષાત્કાર મેળવીને મોક્ષ ગ્રહણ કરી શકાશે નહીં તેના માટે રિક્ત થવું પડશે.જે મેળવ્યું છે તે વહેંચી, કર્મ મુક્ત થઈ જાવ,જ્ઞાન મુક્ત થઈ જવું એ જ મોક્ષ છે.ગહન ધ્યાન અનુષ્ઠાન સૂક્ષ્મ શરીર સાથે જોડાવાની સાધના છે.” પ્રવચન બાદ રથમાં સ્વામીજીના દર્શનનો સાધકોએ લાભ લીધો હતો. ભજનના સંગીતમય વાતાવરણમાં પાદુકાનમન અને અંતે ભોજન પ્રસાદ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દાંડી આશ્રમ કમિટી દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ