યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા રાજ્યનાં અમદાવાદમાં થનગનાટનો અનોખો માહોલ સર્જાયો છે. ત્યારે લોકવાદ્યોની પરંપરાગત મીઠાશ, લોકનૃત્યોનાં વૈવિધ્યથી લઇને બોલીવુડના કલાકારોના ગીત સંગીત સુધીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે.એરપોર્ટથી એરપોર્ટ સર્કલની વચ્ચે ઢોલ, શહનાઈ, શંખના વાદનથી વાતાવરણ ગુંજી ઉઠે તે માટે લોકો પરંપરાગીત વેષભૂષામાં 1000 વાદકો રોડની બન્ને તરફ ગોઠવાઈ જશે. પંજાબી ઢોલ, નાશીક ઢોલ, સૌરાષ્ટ્ર ઢોલ દ્વારા વૈવિધ્યસભર તાલ છેડાશે. ઉષ્માભર્યા આવકારનો અદ્ભૂત માહોલ એરપોર્ટ નજીક જ ઉભો થઈ જશે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા રાજ્યનાં અમદાવાદમાં થનગનાટનો અનોખો માહોલત્યાર પછી થોડાં થોડાં અંતરે જુદા જુદા રાજ્યોના કલાકારો 28 સ્ટેજ પરથી તેમની આગવી કલાનું પ્રદર્શન કરશે જ્યારે અન્ય 12 સ્ટેજ પરથી સ્કુલબોર્ડ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓ ગીત, સંગીત, નૃત્યની જમાવટ કરશે. જ્યારે અન્ય 23 છાંયડો હોય તેવા સ્થળોએ લોકોને ઉભા રહેવા માટેની વ્યવસ્થા ગોઠવાઈ છે, જ્યાં જુદા જુદા ધર્મના અને સંપ્રદાયના વડા, ઉદ્યોગપતિ, બિલ્ડરના જુદા જુદા એસોશિયેસનો. અને મંડળો સહિત આગેવાનો અભિવાદન માટે ઉપસ્થિત રહેશે.સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ વચ્ચે રોડની બન્ને તરફ ગાંધીજીની 150મી જન્મજયંતિની થીમ પર ડેકોરેશનઆ ઉપરાંત સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ વચ્ચે રોડની બન્ને તરફ ગાંધીજીની 150મી જન્મજયંતિની થીમ પર ડેકોરેશન કરાયું છે. 40થી વધુ સ્થળોએ ટ્રમ્પ અને મોદીના પૂર્ણ સાઇઝના કટઆઉટ ઉભા કરાયા છે. રિવરફ્રન્ટમાં 150 ફૂટ ઉંચા 20-20 ફુટના બે ટ્રમ્પ-મોદીને આવકારતા હોર્ડિંગ્સ ઉભા કરાયા છે. જે ગાંધીઆશ્રમની પાછળના ભાગે દૂર સુધી દેખાય છે.રિવરફ્રન્ટની પાણીની સપાટી પર નમસ્તે ટ્રમ્પના હોર્ડિંગ્સ સાથે બોટ તરતી રહેશે. આ રૂટ પર 100 જેટલાં કેમેરા રહેશે જેના દ્વારા દૂરદર્શનના માધ્યમથી દુનિયાભરમાં કાર્યક્રમનું પ્રસારણ થશે. સ્ટેડિયમની અંદરની તરફ પીવાના પાણીના અને છાસના કાઉન્ટર ઉપરાંત ઠેર ઠેર કચરાપેટીઓ મુકવામાં આવી છે. મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરો આજે દિવસભર મોટેરા અને રોડના રૂટ પર સતત ફરતાં રહ્યા હતા અને કોઈ પણ જાતની ખામી ના રહી જાય તેની ચકાસણી કરવામાં આવી હતી. બપોરના સમયે ભાજપના નેતાઓએ પણ સ્ટેડિયમની મુલાકાત લઇ વ્યવસ્થાની ચકાસણી કરી હતી.